Gratuity Calculation



નોકરી છોડવા પર તમને કેટલી મળશે ગ્રેચ્યુઈટી? રીતે થાય છે ગણતરી
કેન્દ્ર સરકારે પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રના કર્મચારીઓને મોટી ગીફ્ટ આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ હવે પ્રાઈવેટ અને PSUના કર્મચારીઓને પણ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીની રકમ કરમુક્ત કરી દેવાઈ છે. અત્યાર સુધી સીમા 10 લાખ રૂપિયા હતી. માટે સરકાર જલ્દીથી સંસદમાં વિધેયક રજૂ કરશે.
સરકારના નિર્ણયથી પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 5 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્રી કર્મચારીઓના ગઠિત સાતમા વેતન આયોગે ગ્રેચ્યુઈટીની સીમા વધારીને 20 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી. જેના આધારે કેન્દ્ર અને કેટલાંક રાજ્યના સરકારી કર્મચારીઓ માટે લાગુ કરી ચૂકી છે.
સંસ્થાનો પર લાગુ પડે છે નિયમ :
સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે ગ્રેચ્યુઈટી ચૂકવણી કાયદો (1972) સંસ્થાનો પર લાગુ પડે છે જેમાં 10 કે તેનાથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેનો મુખ્ય હેતુ કર્મચારીઓની સેનાનિવૃતિ બાદ આર્થિક સુરક્ષા આપવાનું છે. ઘણી વખત કર્મચારી સેનાનિવૃતિના નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ વિકલાંગતા અથાવ તો અન્ય કોઈ કારણોસર સેવાનિવૃત થઈ જાયે. આવામાં ગ્રેચ્યુટી આવકનો મુખ્ય સ્ત્રોત બની શકે છે.
રીતે ગ્રેચ્યુઈટીની થાય છે ગણતરી :
કાયદાનુસાર જો કોઈ કર્મચારી કોઈ પણ સંગઠનમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષો સુધી સતત કામ કરે છે તો તે કંપનીએ તેને ગ્રેચ્યુઈટી આપવાની રહે છે. દર વર્ષની સેવા માટે કંપનીએ અંતિમ વેતનના 15 દિવસોના બરાબર રકમની ચૂકણવી કરવાની હોય છે.
વેતનનો મતલબ બેસિક સેલરી, મોંઘવારી ભથ્થુ અને કમિશન વગેરે તેમા શામેલ હોય છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ 6 મહિનાથી વધુ સમય સુધી કામ કરે છે તો તેની ગ્રેચ્યુઈટની ગણના માટે એક પૂર્ણ વર્ષ ગણાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ 7 વર્ષ અને 6 મહિના સુધી સતત કામ કરે છે તો ગ્રેચ્યુઈટીની ચૂકવણી 8 વર્ષો માટે કરવામાં આવશે.
ગ્રેચ્યુઈટીની ગણનાઓ માટે એક મહિનાનું કામ 26 દિવસોના રૂપે ગણાય છે. 15 દિવસના વેતનની ગણના માટે માસિક વેતનમાં 15 વડે ગુણીને 26 વડે ભાગી દેવામાં આવે છે. સંખ્યાને સેવાના વર્ષોની સંખ્યાથી ગુણી દેવાય છે અને જે રકમ આવે છે તે ગ્રેચ્યુઈટી સ્વરૂપે ચૂકવણી બને છે.
જો કર્મચારીનું મૃત્યુ થાય તો :

જો કોઈ કર્મચારી પાંચ વર્ષની સેવા કર્યા પહેલા મૃત્યુ પામે છે તો ન્યૂનતમ 5 વર્ષના નિયમ પ્રમાણે તેના પર લાગુ પડતું નથી. બાકી રાશિને કર્મચારીના કાયદાકીય ઉત્તરાધિકરીને કંપનીએ ચૂકવણી કરવાની હોય છે. દરેક ચૂકવણી કર્મચારીના અંતિમ કાર્ય દિવસના 30 દિવસની અંદર કરવાની હોય છે. જો ચૂકવણીમાં 30 દિવસથી વધારે સમય થાય તો કાયદા પ્રમાણે તે રકમ પર વ્યાજ ચૂકવવાનું રહે છે.

તમને મળવાપાત્ર ગ્રેજ્યુઈટીની ગણતરી માટે ગ્રેજ્યુઈટી કેલ્ક્યુલેટર : અહી ક્લિક કરો