Star Wars Mobile



ભારતમાં લોન્ચ થયો ‘Star Wars’ નામનો ફોન

ચીની સ્માર્ટફોન બનાવતી કંપની One Plus ભારતમાં ‘One Plus 5T Star Wars’નું લિમિટેડ એડિશન વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સ્માર્ટફોનના બેક પેનલ પર Star Warsનો લોગો લગાવેલ છે અને પેનલને વ્હાઈટ રાખવામાં આવી છે. કંપનીએ કેટલાક પ્રી લોડેડ વોલપેપર્સ પણ આપ્યા છે. One Plus 5T ફોનને મેટલથી બનાવેલ છે. લિમિટેડ એડિશન સ્માર્ટફોનમાં સૈંડસ્ટોન બેક પેનલ આપવામાં આવ્યું છે.
Star Wars ફિલ્મથી ઈન્સ્પાયર્ડ થઈને કંપનીએ ડિઝાઈનને તૈયાર કરી છે. જેમ કે ફોનમાં તમને એક લાલ કલરનું એલર્ટ સ્લાઈડર આપવામાં આવ્યું છે જે સીરીઝની ફિલ્મમાં પ્લેનેટમાં રેડ મિનરલ્સ પર જોવા મળે છે.
સ્માર્ટફોનમાં ઓરિઝિનલ One Plus 5T જેવા ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે. તેનું વેચાણ 15 ડિસેમ્બરથી શરૂ થઈ ગયું છે. અને દિવસે Star Wars The Last Jedi રીલીઝ પણ થઈ છે. સ્માર્ટફોનના બુકિંગ માટે લિમિટેડ ટાઈમ રહેશે. એટલે કે તમે ફોનને 22 ડિસેમ્બર સુધી બુક કરી શકશો. ફોનનું એક કલર વેરિયન્ટ છે, સેન્ડસ્ટોન વ્હાઈટ.
– One Plus 5Tના લિમિટેડ એડિશન સ્માર્ટફોનના સ્પેસિફિકેશન ઓરિજનલ One Plus 5 જેવા છે.
ફોનમાં ડિસ્પલે 18:9 આસ્પેક્ટ રેશિયોની છે.
ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે.
કંપનીએ One Plus 5Tના બે વેરિયન્ટ રજૂ કર્યા હતા. એકમાં 6GB રેમ અને 64GB ઈન્ટરનલ મેમરી સાથે.
જ્યારે બીજામાં 8GB રેમ સાથે 128GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
– One Plus 5T Star Wars લિમિટેડ એડિશનની કિંમત 38,999 રૂપિયા છે.