Hot Favourtie Apps



વર્ષ દરમિયાન યુવાઓમાં એપ્લિકેશન રહી હોટ ફેવરિટ
જ્યારે સ્માર્ટ ફોનની વાત આવે છે ત્યારે અવનવી એપ્લિકેશનની વાત થાય કેવી રીતે બને? વર્ષ દરમિયાન દુનિયાભરના યુવાઓમાં એવી કઇ કઇ એપ્લિકેશનનો ક્રેઝ સૌથી વધુ રહ્યો.મોબાઇલ એપ કોમ સ્કોરના અહેવાલ પ્રમાણે યૂટયૂબ લિસ્ટમાં સૌ પ્રથમ ક્રમાંકે છે. યૂ ટયૂબ રિપોર્ટના આધારે ૭૧ ટકા યુવાનો યૂ ટયૂબનો ઉપયોગ કરે છે. એક વીડિયો બેઇઝ એપ્લિકેશન છે. જ્યાં કોઇ પણ બનેલા વીડિયોને લાખો લોકો સુધી પહોંચાડવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. ઘણા બધા લોકો યૂ ટયૂબના માધ્યમથી કમાણી કરી રહ્યા છે અને યૂ ટયૂબને એક પ્રોફેશન બનાવી રહ્યા છે.
ફેસબુક મેસેન્જર
ફેસબુકની મેસેન્જર એપનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. ફેસબુકે પોતની વેબસાઇટ ઉપરાંત એક મેસેન્જર એપ્લિકેશન બનાવી છે.૬૮ ટકા યુવાઓ મેસેન્જરનો ઉપયોગ કરે છે. જેમાં બે કે તેથી વધારે લોકો એકબીજા સાથે ચેટ કરી શકે છે. તાજેતરમાં તેમાં વીડિયો ચેટનું ફીચર્સ ઉમેરવામાં આવ્યુ હતું. ઉપરાંત વીડિયો અને ઇમોજી પણ મોકલી શકે છે.
ગૂગલ સર્ચ
મોટા ભાગે દરેક સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચનું ઓપશન આવે છે જેમાં વેબસાઇટને ખોલ્યા વિના ડાયરેક્ટ સર્ચ કરી શકાય છે. ગૂગલ સર્ચ આજના આધુનિક યુગની એક જરૃરિયાત બની ચૂક્યું છે. જેમાં તમે કોઇ સૌંદર્યની સામગ્રીથી લઇને સિનેમા સુધી અને સાઇન્સથી લઇને કોઇ સેલિબ્રિટી સુધી સર્ચ કરી શકો છો. તસવીરથી લઇને તુલનાત્મક અભ્યાસ સુધીના ચાર્ટ સુધી તમામ વસ્તુ અહીંથી મળી રહે છે.
ગૂગલ મેપ્સ
દુનિયાના ૫૭ ટકા લોકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે. એક મેપ નેવિગેશન સિસ્ટમ છે. જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મેપ પર ટ્રાફિક, લોકેશન, શોર્ટકટ રૃટ, ફાસ્ટેસ્ટ રૃટ અને અનેક પ્રકારની ર્સિવસનો આપવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ
સેલિબ્રિટીની તસવીરો અને તેમના વીડિયો માટે ૫૦ ટકા લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. એક ફોટો અને વીડિયો બેઇઝ એપ છે જેમાં લોકો પોતાના ફોટાનો આલબમ બનાવે છે, એપ્સ પોતાની સિક્યોરિટીના કારણે લોકોમાં ખૂબ વપરાય છે. ઉપરાંત એપ્સમાં ઓનલાઇન એડિટિંગ માટેની સવલત આપે છે. જેના કારણે ફોટાને ઓનલાઇન એડિટ કરી શકાય છે.
સ્નેપ ચેટ

સ્નેપ ચેટ એક પ્રકારની ચેટિંગ એપ છે. જેમાં દરેક ઇમોજી સાથે ટેક્સટ મેસેજને કંપોઝ કરીને ચેટ કરી શકાય છે. જેમાં તમે ઓનલાઇન ફોટો ક્લિક કરીને કોઇને મોકલી શકો છેો. એપમાં જુદી જુદી ફ્રેમમાં ફોટો બનાવી શકાય. છે અને બીજાને મોકલી શકાય છે. એક પ્રોફાઇલ બનાવીને સમગ્ર સ્ટોરી બનાવી શકાય છે અને બીજા લોકોને શેર કરી શકાય છે.