India Breaks Pakistan's Record



ભારતે શ્રેષ્ઠ દેખાવ કરી 14 સિરીઝ જીતી પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો
ભારતીય ટીમે શુક્રવારે શ્રીલંકાને બીજી ટી-20માં 88 રને પરાજય આપવાની સાથે આ વર્ષે 14મી દ્વિપક્ષીય સિરીઝ જીતી પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો હતો. પાકિસ્તાને વર્ષ 2011માં 13 દ્વિપક્ષિય સિરીઝ જીતી હતી.
ભારતે આ વર્ષે ચાર ટેસ્ટ સિરીઝ, છ વન-ડે સિરીઝ અને ચાર ટી-20 સિરીઝ જીતી હતી.
ટેસ્ટ સિરીઝમાં ભારતે…
– બાંગ્લાદેશને 1-0થી
– ઓસ્ટ્રેલિયાને 2-1થી
– શ્રીલંકાને 3-0થી
– શ્રીલંકાને 1-0થી જીત મેળવી હતી.
વન-ડે સિરીઝમાં ભારતે…
– ઇંગ્લેન્ડ સામે 2-1થી
– વેસ્ટ ઇન્ડીઝ સામે 3-1થી
– શ્રીલંકા સામે 5-0થી
– ઓસ્ટ્રેલિયા સામે 4-1થી
– ન્યૂઝીલેન્ડ સામે 2-1થી
– શ્રીલંકા સામે 2-1થી સિરીઝ જીતી હતી.
ટી-20 ઇન્ટરનેશનલમાં…
– ઇંગ્લેન્ડ સામે 2-1થી
– શ્રીલંકા સામે 1-૦થી
– ન્યૂઝીલેન્ડ સામે 2-1થી

– શ્રીલંકા સામે ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી સિરીઝ જીતી લીધી છે.