1 રૂ. મા કરી શકશે હવાઈ મુસાફરી
નવા વર્ષમાં
જો
તમે
ફરવા
જવાની
યોજના
બનાવી
રહ્યા
છો
તો
ખાનગી
એરલાઇન
કંપની
એર
ડેક્કનના
સસ્તી
ઓફર
દ્વારા
તમે
ઓછા
ભાડામાં
હવાઇ
સફર
કરી
શકો
છો.
ભારતની
ઓછા
બજેટ
વાળી
એરલાઇન
એર
ડેક્કન
આ
મહીને
માત્ર
1 રૂપિયામાં
હવાઇ
યાત્રા
કરવાની
તક
આપી
રહી
છે.
મળતી
માહિતી
મુજબ
કંપની
23 ડિસેમ્બરથી
ભારત
સરકારની
ઉડાણ
યોજના
હેઠળ
અનેક
સિલેક્ટેડ
હવાઇ
રૂટ
પર
સેવા
શરૂ
કરવા
જઇ
રહી
છે
અને
શરૂઆતના
અનેક
યાત્રીઓને
ફક્ત
1 રૂપિયામાં
યાત્રા
કરાવશે.
બાકીના
યાત્રીઓ
માટે
પણ
સેવા
વધારે
મોંઘી
નહીં
હોય.
કેન્દ્ર
સરકારની
ઉડાન
યોજના
હેઠળ
ફક્ત
1420 રૂપિયાથી
શરૂ
થશે.
ઉડાન મુંબઇ,દિલ્હી,કોલકત્તા અને શિલોંગ માટે શરૂ થવા જઇ રહી છે. જે તેની આસપાસના શહેરને જોડશે. સરકારી યોજના અનુસાર ઉડાનનું ભાડુ એક કલાકના સફર માટે 2500 હશે. જ્યારે અનેક લકી પેસેન્જરને ફ્લાઇટની ટિકીટ 1 રૂપિયામાં પણ મળશે. જોકે નાસિક-મુંબઇ ફ્લાઇટનું ભાડું 1400 રૂપિયાથી શરૂ થશે. કંપની શિલાંગથી ઇંફાલ,દીમાપુર,આઇજોલ,અગરતલ અને દિલ્હીથી શિમલા, લુધિયાના, પંતનગર, દેહરાદૂન અને કૂલ્લૂ માટે ટૂંક સમયમાં બુકિંગ શરૂ કરશે. એર ડેક્કનની સ્થાપના વર્ષ 2003માં કેપ્ટન જીઆર ગોપીનાથે કરી હતી. તે ઓછા બજેટમાં હવાઇ યાત્રા માટે જાણીતી હતી. વર્ષ 2008માં એર ડેક્કનનો વિલય વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન સાથે થયો હતો.વર્ષ 2012માં કિંગફિશરની ખરાબ આર્થિક હાલતના કારણથી એરલાઇન બંધ થઇ ગઇ છે. પરંતુ ડેક્કન એર ફરીથી એરલાઇન વેપારમાં સામેલ થવા જઇ રહી છે.