Shikahr At Shikhar



12 સદી ફટકારનાર ધવને પુરા કર્યા વન-ડેમાં આટલા રન
શિખર ધવને શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં પોતાની કારકિર્દીની 12મી સદી ફટકારવાની સાથે વન-ડે ક્રિકેટમાં 4,000 રન પૂર્ણ કર્યા હતા અને તે ભારત તરફથી ઝડપી 4,000 રન બનાવવાના મામલે બીજા નંબરે પહોંચી ગયો છે. ધવને ચાર હજાર રન 95 ઇનિંગમાં બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 93 ઇનિંગમાં સિદ્ધિ મેળવી હતી.
મામલે હાશિમ અમલા પ્રથમ સ્થાને છે. અમલાએ 81 ઇનિંગમાં ચાર હજાર રન પૂર્ણ કર્યા હતા. બીજા નંબરે રહેલા રિચાર્ડે 88 ઇનિંગમાં, ત્રીજા નંબરે રહેલા જો રૂટે 91 ઇનિંગમાં ચાર હજાર રન પૂર્ણ કર્યા હતા. 93 ઇનિંગ સાથે ચોથા નંબરે કોહલી છે જ્યારે 93 ઇનિંગ સાથે વોર્નર પાંચમા સ્થાને છે. હવે ધવન 95 ઇનિંગ સાથે લિસ્ટમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.
થરંગાના એક હજાર રન

શ્રીલંકાના ઓપનર ઉપુલ થરંગાએ વિશાખાપટ્ટનમ વન-ડેમાં 95 રન બનાવવાની સાથે વર્ષે 1,000 રન પૂર્ણ કર્યા હતા. તે સિદ્ધિ મેળવનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ ત્રીજો બેટ્સમેન બન્યો છે. થરંગાએ વર્ષે 25 મેટમાં 48.14ની એવરેજથી 1,011 રન બનાવ્યા છે. તેણે દરમિયાન બે સદી અને પાંચ અર્ધી સદી પણ નોંધાવી છે. કોહલીએ વર્ષે 26 મેચમાં 1,460 રન બનાવ્યા છે અને તે પ્રથમ સ્થાને છે જ્યારે રોહિત શર્માએ 21 મેચમાં 1,286 રન બનાવ્યા છે. બંનેએ વર્ષે 6-6 સદી ફટકારી છે.