Vodafone 2 GB Data



વોડાફોને આપી ખુશખબરી, પ્લાનમાં મળશે હવે 2GB ડેટા
Vodafone તેના 348 રૂપિયાના પ્લાનમાં અમુક ફેરફારો કર્યા છે. પ્લાન પ્રી-પેડ ગ્રાહકો માટે છે. પ્લાનમાં પહેલા પ્રતિદિવસ 1GB ડેટા આપવામાં આવતું હતું. હવે તે વધારીને કંપનીએ 2GB ડેટા કરવામાં આવ્યું છે. 348 રૂપિયાના પ્લાનની કિંમતમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પ્લાનમાં પ્રતિદિવસ 2GB ડેટા સાથે LOCAL, STD અને રોમિંગ પર અનલીમીટેડ લોકલ કોલ્સ પણ આપવામાં આવશે. પ્લાનની વેલેડિટી 28 દિવસની રાખવામાં આવી છે.
પ્લાનમાં ગ્રાહકોને હવે 28 દીવસમાં 56GB ડેટા મળશે. ફેરફાર સાથે પ્લાનની ટક્કર સીધી JIOના પ્લાન સાથે કરવામાં આવશે. પરંતુ પ્લાનમાં એક બાધ્યતા પણ રાખવામાં આવી છે જેવી કે, ફ્રિ કોલમાં તમને દિવસે 250 મિનીટ અને પ્રતિઅઠવાડીએ 1,૦૦૦ મિનીટ મળશે. જો તમે મિનીટો કરતા વધારે વપરાશ કરશોતો તમને 1 પૈસા પ્રતીસેકંડે ચુકવણી કરવાની રહેશે. ગ્રાહકો જો 348 રૂપિયાનો પ્લાન એપ અથવા વેબસાઈટથી કરે છે તો તેને 5 ટકા કેશબેક પણ આપવામાં આવે છે.
પ્લાનની સીધી ટક્કર એરટેલના 349ના પ્લાન સાથે રહેશે. એરટેલ તેના પ્લાનમાં 28 દિવસો માથે પ્રતિદિવસ 2GB 4G ડેટા ઉપલબ્ધ કરાવે છે. સાથે પ્લાનમાં ફ્રિ કોલની જોડે પ્રતિદિવસ 100 SMS પણ આપવામાં આવે છે. રીતે JIOના 309 રૂપિયાના પ્લાનની વાત કરવા જઈએ તો કંપનીએ 49 દિવસોની વેલેડિટી સાથે પ્રતિદિવસ 1GB ડેટા આપે છે. સાથે ફ્રિ કોલ અને 3000SMS પણ આપે છે. સિવાય વધૂમાં રોમિંગ આઉટ ગોઇંગ કોલ અને JIO એપ્સની ફ્રિ સર્વિસ પણ આપવામાં આવે છે.
Vodafoneનો પ્લાન મધ્યપ્રદેશ-છત્તીસગઢના દરેક મોટા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને માય Vodafone એપ પર પણ ઉપલબ્ધ રહેશે.