Whatsapp Feature



Whatsappમાં આવી રહ્યા છે જોરદાર ફીચર્સ
ફેમસ મેસેજિંગ એપ Whatsapp પર ટૂંક સમયમાં જોરદાર ફીચર્સ આવવાના છે. કંપનીએ બીટા વર્ઝન પર ટેસ્ટિંગ ચાલું કરી દીધું છે. ફીચર્સ Android, Iphone અને વેબ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યો છે. નવા ફીચર્સમાં પ્રાઇવેટ રિપ્લે, , શેક ટુ રિપોર્ટ, પિક્ચર ઇન પિક્ચર મોડ, ટેપ ટુ અનબ્લોક અને શોર્ટકટ લિંક જેવા ફીચર્સનો પણ સમાવેશ થાય છે. ફીચર દ્વારા યુઝર Whatsapp પર પોતાના દોસ્તો સાથે વીડિયો ચેટ અને મેસેજ બન્ને એક સમય પર કરી શકશે.
ફીચર દ્વારા તમે ગૃપના કોઇપણ યુઝર અથવા એડમિનને પ્રાઇવેટ રિપ્લે કરી શકશો. રિપ્લે કરતાં સમયે તમારે ગ્રુપની બહાર આવવાની પણ જરૂર નહીં રહે. માટે યુઝર માત્ર એક ટેપ કરીને બ્લોક કોન્ટેક્ટને અનબ્લોક કરી શકશે. તમે સરળતાથી એક ટેપ કરીને યુઝર્સને અનબ્લોક કરીને તેને મેસેજ મોકલી શકશો. ખાસ વાત છે કે મેસેજને માત્ર સેન્ડર અને પ્રાઇવેટ રીસિવર જોઇ શકશો.

Whatsapp પર આવનાર શેક ટુ રિપોર્ટ ફિચર હેઠળ યુઝર એપમાં આવતી પરેશાનીઓને માત્ર ફોન હલાવીને રિપોર્ટ કરી શકશે. આવું કરવાથી Contact Us સેક્શન ખુલી જશે. જ્યાં તમારી મદદ માટે Whatsappને તમારા લોગ્સ મોકલી શકશો. ગ્રુપ એડમિન ઇનવાઇટ વાયા લિંક ફીચર દ્વારા કોઇપણ નવા યુઝરને ઇન્વાઇટ કરવા માટે લિંક મોકલી શકશે. ફીચર માત્ર એડમિનને જોવા મળશે.