Whatsapp Disable on Smartphone



31 ડિસેમ્બર પછી સ્માર્ટફોન પર બંધ થઇ જશે Whatsapp
મેસેજિંગ એપ whatsapp 31 ડિસેમ્બર 2017 પછી અમુક સ્માર્ટફોન્સને સપોર્ટ કરવાનું બંધ કરી દશે. કંપનીએ વધૂમાં જણાવ્યું કે, પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા યુઝર્સ નવા અકાઉન્ટ્સ નહીં બનાવી શકે અને વર્તમાન અકાઉન્ટ્સને રી-વેરિફાઈ પણ નહીં કરી શકે.
whatsapp પહેલા પણ કેટલાક જૂના પ્લેટફોર્મ પર સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. સપોર્ટ બંધ થઇ જવાથી whatsapp કોઈ નવા સિક્યોરિટી અપડેટ અથવા ફીચર્સ નહીં આપે. કંપનીએ પોતાના બ્લૉગ પોસ્ટમાં જણાવ્યું છે કે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી 10 અને વિન્ડોઝ ફોન 8.0 પર 31 ડિસેમ્બર, 2017 પછી whatsapp કામ કરવાનું બંધ થઈ જશે.
હાલમાં whatsapp વિન્ડોઝ 8.1ના વર્ઝનને સપોર્ટ કરશે. બ્લેકબેરીએ પહેલાથી જાહેરાત કરી છે કે તે કોઈ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની નથી. પહેલાથીજ બ્લેકબેરી 10 અને બ્લેકબેરી ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે બ્લેકબેરી બ્રાન્ડના નામથી જે ફોન્સ આવી રહ્યા છે તેનું પ્રોડક્શન ચીનની કંપની TCL કરી રહી છે, જેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે.
whatsapp કહ્યું કે, પ્લેટફોર્મ માટે કોઇપણ ડેવલોપ નહિ થાય એવામાં અમુક ફીચર્સ ગમેત્યારે બંધ થઇ જશે. કંપનીએ કહ્યું પ્લેટફોર્મ સક્ષમ નથી જે અમારા એપના ફીચર્સને ભવિષ્યમાં હેન્ડલ કરી શકે. જો તમે ડીવાઈસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે નવા ઓપરેટીંગ સિસ્ટમ પર અપગ્રેડ કરો.

whatsapp જાહેરાત કરી છે કે ડિસેમ્બર 2018 પછી નોકિયા S40, અને 1 ફેબ્રુઆરી 2020 પછી એન્ડ્રોઈડ 2.3.7 જિંજરબ્રેડને સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ whatsapp એન્ડ્રોઈડ 2.3.3થી જૂના વર્ઝન, વિન્ડોઝ ફોન 7, iOS 6 અને નોકિયા સિંબિયન S60ને સપોર્ટ નથી કરતું.