Idea's Best Plan



Jioને ટક્કર આપવા Idea લોન્ચ કર્યો જોરદાર પ્લાન, મળશે 42GB ડેટા
Jioને ટક્કર આપવા માટે Idea પોતાનો નવો પ્લાન રજૂ કર્યો છે. પ્લાન Idea રિલાયન્સ Jioના Happy New Year પ્લાનને લોન્ચ કર્યા બાદ રજૂ કર્યો છે. . પ્લાન બધા પ્રીપેડ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. Jio Happy New Year ઓફર અંતર્ગત 199 અને 299ના બે પ્લાન્સ લોન્ચ કર્યા છે.
હવે આઈડિયા 309 રૂપિયાના રિચાર્જ પર રોજનું 1.5GB ડેટા આપશે. ઉપરાંત તેમાં યુઝરને રોજના અનલિમિડેટ લોકલ અને એસટીડી કોલની સુવિધા પણ મળશે. પ્લાનની સૌથી ખાસ વાત છે કે પ્લાનમાં રોમિંગમાં પણ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આવી રીતે તમને 309 રિચાર્જ પર 42 GB ડેટા મળશે.
તમને જણાવી દઈએ કે પ્લાનમાં Ideaમાં અનલિમિટેડ કોલની એક સીમા છે. યુઝર એક દિવસમાં વધારેથી વધારે 250 મિનિટ મફતમાં વાત કરી શકે છે અને એક અઠવાડિયામાં 1000 મિનિટ સુધી મફત વાત કરી શકે છે. જો યુઝર નિર્ધારિત સમયથી વધારે વાત કરે છે તો દરેક કોલ માટે 1 પૈસા પ્રતિ સેકન્ડના દરે પૈસા ચૂકવવા પડશે. ઉપરાંત રોજના 100 SMS પણ મફત મળશે. લીમિટ ખતમ થયા બાદ પ્રત્યેક SMS માટે 1 રૂપિાયનો ચાર્જ ભોગવવો પડશે.
Jio Happy New Year ઓફર અંતર્ગત 199 અને 299ના બે પ્લાન્સ લોન્ચ કર્યા છે. બંને પ્લાનમાં યુઝરને અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા મળી રહી છે.
જિયોના 199ના પ્લાનમાં યુઝરને રોજનું હાઈસ્પીડ 1.2 GB ડેટા મળી રહ્યો છે. તો રોજના ડેટાની લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટ ચાલશે તો ખરું પણ તેની સ્પીડ 64kbpsની થઈ જશે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Jioના 299ના પ્લાનમાં પણ અનલિમિટેડ ઈન્ટરનેટ અને કોલિંગની સુવિધા મળી રહી છે. જેમાં રોજનું 2GB હાઈસ્પીડ ઈન્ટરનેટ મળી રહ્યું છે. તેની વેલિડિટી પણ 28 દિવસની છે.