Bank Charges



બેન્કો 20 જાન્યુઆરીથી મોંઘી નહીં થાય, ખિસ્સું સહેજ હળવું થશે
બેન્કોમાં 20 જાન્યુઆરીથી નાણાં જમા કરવા અને ઉપાડ સહિતની બધી  બેન્કિંગ સેવાઓ પર ચાર્જ વસુલ લેવાના અહેવાલ વહેતા થયા હતાં. ઈન્ડિયન બેન્ક એસોસિયેશન (આઈબીએ) અહેવાલને રદિયો આપતાં તેને પયાહિન તથા જૂઠ્ઠા ગણાવ્યા છે.
આઈબીએએ જણાવ્યું હતું કે બેન્કોએ પ્રકારનો કોઈ નિર્ણય લીધો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી. જોકે કામગીરી તથા કમર્શિયલ વાયબિલિટીને ધ્યાનમાં લઈ બેન્કીંગ વ્યવહારો સાથે સંકળાયેલા વિવિધ ચાર્જિસની સમીક્ષા કરવામાં આવનાર છે.
આઈબીએએ જણાવ્યું હતું કે પ્રકારની વિનામૂલ્ય સેવાઓને ક્યારેય સમાપ્ત કરી શકાય નહીં અને આવી અપેક્ષા પણ રાખાય નહીં. બેન્કો કામગીરી તથા ખર્ચની સતત સમીક્ષા કરે છે અને તેના આધારે વિવિધ ચાર્જ નક્કી કરાય છે.
આઈબીએએ વધુમાં કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) વિવિધ ચાર્જિસ અંગે કોઈ દિશાસૂચનો જારી કર્યા નથી.

કેટલીક સુવિધા માટે વિવિધ ચાર્જિસની સમીક્ષા 20 જાન્યુઆરીએ કરવામાં આવનાર છે. સુવિધાઓમાં ઉપાડ, નાણાં જમા કરાવવા, મોબાઈલ નંબરમાં ફેરફાર, કેવાયસી, સરનામામાં ફેરફાર, નેટ બેન્કિંગ અને ચુક બુક માટે અરજીનો સમાવેશ થાય છે. અન્ય શાખામાં જઈ બેન્કિંગ સેવાઓનો લાભ લેવા માટે પણ ચાર્જ વસુલ લેવામાં આવશે. સેવાઓ પર જીએસટી પણ લાગુ પડશે. ખાતામાંથી રકમ કાપી લેવામાં આવશે.