Banking Virus



બેન્કોમાં ખાતુ હોય તો, છે નવા વાયરસનું જોખમ, સાવધાન
232 બેન્કીંગ એપ્સને નિશાન બનાવતા નવા એન્ડ્રોઈડ મેલવેર શોધી કઢાયો છે. મેલવેરમાં હેકર કમ્પ્યુટર કે સ્માર્ટફોનના ઉપયોગ વગર ખાતાધારકની જાણ વિના ખાતામાં ઘૂસણખોરી કરે છે. રીતે હેકર્સ અન્ય ડિવાઈસને પણ  ટાર્ગેટ બનાવે છે.
અહેવાલ મુજબ નવો માલવેર કેટલીક ભારતીય બેન્કોને પણ નિશાન બનાવે છે. ભારતીય બેન્કોમાં એચડીએફસી મોબાઈલ બેન્કિંગ, એક્સિસ મોબાઈલ, એસબીઆઈ એનીવ્હેર પર્સનલ, આઈસીઆઈસી બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, બરોડા એમપાસબુક અને યુનિયન બેન્કના એપ્સનો સમાવેશ થાય છે. ક્વિકહિલ સિક્યોરિટી લેબના જણાવ્યા અનુસાર એન્ડ્રોઈડ બેન્કિંગ ટ્રોઝનને એન્ડ્રોઈડ.બેન્કર.9480 કહી શકાય છે.
ક્વિકહિલ સિક્યોરિટી લેબે વધુમાં જણાવ્યું હતું કે  યુઝર્સની લોગ ઈન અંગે માહિતી તફડાવી લેવા માટે ટ્રોઝનનો વિકાસ કરાયો છે. તે મોબાઈલના એસએમએસ હાઈજેક કરવાથી લઈ સર્વર પર ફોનથી સંપર્ક અને એસએમએસ અપલોડ પણ કરી શકે છે.
મેંલવેરથી બચવા માટે કોઈ પણ થર્ડ પાર્ટી એપ સ્ટોરનો ઉપયોગ કરવાથી દૂર રહો. જો એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝ કરો છો તો ગૂગલ પ્લે સ્ટોર સિવાય ક્યાંયથી એપ ડાઉનલોડ ના કરો. સ્માર્ટ ફોનના સેટિંગ્સમાં ટ્રસ્ટેડ એપ સેટિંગ્સ એનેબલ કરી દો.