ભારતના
ઉપગ્રહનું થશે
પ્રક્ષેપણ, વિશેષતા
જાણી કહેશો
`જય
વિજ્ઞાન’
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ નવો ઉપગ્રહ તૈયાર કર્યો છે. તે ભારતનો સૌથી વધુ વજનદાર ઉપગ્રહ છે. છ ટન જેટલું વજન ધરાવતા આ ઉપગ્રહને જીસેટ-11 નામ આપવામાં આવ્યું છે.
પ્રક્ષેપણ પછી ઉપગ્રહ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને વેગ સાંપડશે તેમ મનાય છે. જીસેટ-11 ખુબ જ વિશાળ છે. તેની પ્રત્યેક સૌર પેનલ ચાર મીટર કરતાં પણ લાંબી છે અને 11 કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરશે.
5.6 ટન વજન ધરાવતા જીસેટ-11 પાછળ રૂ. 1,117 કરોડનો ખર્ચ થયો છે. જાન્યુઆરીના અંતમાં તેનું પ્રક્ષેપણ થવાની શક્યતા છે. ભારતમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડનાર આ પ્રથમ ઉપગ્રહ હશે. ભારતમાં ઉપગ્રહલક્ષી ઈન્ટરનેટ સેવાઓના વિસ્તરણમાં તે ક્રાંતિકારી સાબિત થશે, તેમ કહેવાય છે.
જીસેટ-11નું ફ્રેન્ચ ગુયાનામાં યુરોપીયન સ્પેશ એજન્સીના એરિયાન-5 રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાશે.