જો
તમે Apple iPhone લેવાનું
વિચારી રહ્યા
હોય તો, તમારા
માટે આ
સમય છે
બેસ્ટ
જો તમે Apple iPhone ખરીદવાનું વિચારી રહ્યા હોય તો, આ સમય તમારા માટે એકદમ બેસ્ટ છે. અમેરીકી મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની Appleએ આજે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર Apple Week સેલનું આયોજન કર્યું છે. આ સેલ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ સેલમાં તમે બંપર ડિસ્કાઉન્ટ અને ઓફર સાથે Apple iPhone ખરીદી શકો.
–
iPhone 7 પર 6,000 રૂપિયાની ઓફર મળી રહી છે. તમે સેલ દરમિયાન તેને 42,999 રૂપિયામાં ખરીદી શકો છો.
–
iPhone 7 પ્લસ 56,999 રૂપિયાની ઓફર મળી રહી છે. આ ફોનને ઈએમઆઈ પર લેવાથી તમને 5,000 રૂપિયાનું કેશબેક મળશે.
–
iPhone X 89,000 રૂપિયામાં મળી રહ્યો છે અને આઈસીઆઈસીઆઈ કાર્ડથી ઈએમઆઇ પર ખરીદવાથી 8,000 રૂપિયાનું કેશબેક મળશે.
–
iPhone 9S 34,999 રૂપિયામાં મળી રહ્યો છે અને તેની સાથે ઈએમઆઈ પર 3,000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.
બીજી તરફ 8 અને 8 પ્લસને 54,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ બંને ફોન ઈએમઆઈ પર લેવાથી 8,000 રૂપિયાનું કેશબેક મળશે. આ સેલમાં iPhone 6ની કિંમત 25,499 રૂપિયા છે.