Jio Good News



Jio ગ્રાહકોને આપી ખુશખબરી, દરરોજ મળશે 5GB ડેટા
રિલાયંસ જીયોના પોપ્યુલર 509 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો તેમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે. કુલ 84GB ડેટા છે. જો કે, તેની વેલિડિટી 49 દિવસ ઘટાડીમે 28 દિવસ કરવામાં આવી છે. તેવી રીતે 799 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો જીયો હવે તેમાં દરરોજ 5GB ડેટા આપે છે. જ્યારે પહેલા આજ પ્લાનમાં 3GB ડેટા આપવામાં આવતો હતો. તેની વેલિડિટી 28 દિવસની હતી.
તે સિવાય જીયોના નાના રિચાર્જની વાત કરીએ તો કંપની પાસે 19 રૂપિયા, 52 રૂપિયા અને 98 રૂપિયાના પ્લાન છે. 19 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 1 દિવસની છે અને તેમાં 0.15GB ડેટા આપવામાં આવી રહ્યો છે, 52 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 7 દિવસની છે, જેમાં 1.05GB ડેટા આપવામાં આવશે. તેમજ 98 રૂપિયાના પ્લાનની વેલિડિટી 14 દિવસની રહેશે, જેમાં 2.1GB ડેટા આપવામાં આવશે. પ્લાનમાં અનલિમિટેડ કોલ, જીયો એપ્સનું સબસક્રિપ્શન અને SMSનો લાભ મળશે.
પહેલાં જીયોની પાસે 199 રૂપિયા, 399 રૂપિયા, 459 રૂપિયા અને 499 રૂપિયાના પ્લાન હતો. હવે પ્લાનની કિંમત 50 રૂપિયા સુધી ઓછી કરવામાં આવી છે. પરંતુ લાભ બધા પહેલા જેવા રહેશે