Fastest Century by Pant



ઋષભ પંતે ફટકારી સૌથી ફાસ્ટ સદી, ઇતિહાસની બીજી સૌથી ફાસ્ટેસ્ટ સદી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી20 ટૂર્નામેન્ટમાં રમી રહેલા દિલ્હીના વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે હિમાચલ પ્રદેશ વિરૂદ્ધ સામેની મેચમાં ટી20ની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે.
પંતે નોર્થ જોન ટી20 લીગના મુકાબલામાં 38 બોલમાં 116 રનની તોફાની ઈનિંગ રમીને પોતાની ટીમને 10 વિકેટે વિજય અપાવ્યો. પંતની કેપ્ટનશીપમાં દિલ્હીએરણજી ટ્રોફી ફાઈનલ સુધી પહોંચી હતી.
હિમાચલે પહેલા બેટિંગ કરતા 8 વિકેટ પર 144 રન બનાવ્યા હતા. જે બાદ ગૌતમ ગંભીર અને પંતની ઓપનિંગ જોડીએ 148 રનની પાર્ટનરશિપ બનાવીને દિલ્હીને જીત અપાવી. પંતે પોતાની સેન્ચુરી માત્ર 32 બોલમાં પુરી કરી.
જે કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા ટી20માં સૌથી ઝડપી સદી છે. 20 વર્ષિય પંતે પોતાની અણનમ ઈનિંગમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. ગંભીરે 33 બોલમાં 4 ચોગ્ગાની મદદથી અણનમ 30 રન બનાવ્યા.
વેસ્ટ ઈન્ડીઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેઈલના નામે ટી20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે. જે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના નામે કર્યો હતો. ગેઈલે 2013માં પુણે વોરિયર્સ વિરૂદ્ધ 30 બોલમાં સદી ફટકારી હતી.

મેચમાં પહેલા પંતે 4 બેટ્સમેનોને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યા. હિમાચલના નિખિલ ગંગટાએ 40 જ્યારે ઓપનર પ્રશાંત ચોપરાએ 30 રન બનાવ્યા.