U19 WC India Wins



U-19 WC : ભારતે કરી વિજયી શરૂઆત, ઓસ્ટ્રેલિયાને 100 રનેથી હરાવ્યું
ન્યૂઝીલેન્ડ ખાતે શરૂ થયેલી અંડર 19 વર્લ્ડ કપની પ્રથમ મેચ ભારતે જીતી લીધી છે. ભારતીય ટીમે ટોસ જીતીને 329 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 228 રનમાં ઢેર થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડસે સૌથી વધુ 73 રન બનાવ્યાં હતા. જેક એડવર્ડસ ઉપરાંત એક પણ બેટ્સમેન પિચ પર ટકી શક્યો હતો અને ઓસ્ટ્રેલિયા પૂરી ટીમ 42.5 ઓવરમાં 228 રન બનાવી શકી હતી. સાથે ભારતે 100 રનથી મેચ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી મેક બ્રયાંટે 29 રન બનાવ્યાં. કેપ્ટન જેન સાંઘા પણ કશું ઉકાળી શક્યા અને 14 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ભારતીય ટીમની શરૂઆત ખૂબ સારી રહી. કેપ્ટન પૃથ્વી શૉ અને મંજોત કાલરા વચ્ચે શાનદાર 180 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ, બંને પોતાની સદીઓ તરફ આગળ વધી રહ્યાં હતા એવામાં પૃથ્વી વિલ સધરલેન્ડની બોલિંગમાં બક્સટરને કેચ આપી બેઠો અને માત્ર 6 રન માટે સદી ચૂકી ગયો. તેણે 100 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા. બંનેએ રોબિન ઉથપ્પા અને શિખર ધવનના 175 રનના ઓપનિંગ ભાગીદારીના રેકોર્ડને પણ તોડી નાંખ્યો.
અગાઉ અંડર-19 વર્લ્ડકપની પોતાની પ્રારંભિક મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે કેપ્ટન પૃથ્વી શૉ (94), મંજોત કાલરા (86) અને શુભમ ગિલ (63)ની અર્ધસદીઓની મદદથી નિર્ધારિત 50 ઓવર્સમાં 7 વિકેટે 328 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી.
વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાન ટીમની શરૂઆત ધીમી પણ મક્કમ રહી હતી. ઓપનિંગ જોડીએ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. ઉપરાંત ત્રીજી વિકેટ માટે 60 રનથી વધુની પાર્ટનરશિપ થઈ હતી પરંતુ મધ્યમ તથા નીચલા ક્રમના બેટ્સમેનો વધતા જતા રનરેટનું દબાણ અંકુશમાં લાવી શક્યા નહોતા અને નિયમિત વિકેટો પડતી રહી હતી. ભારત તરફથી કમલેશ નાગરકોટી અને શિવમ માવીએ 3-3 તથા હિમાંશુ રાણા અને અનુકુલ સુધાકર રોયે 1-1 વિકેટ ઝડપી હતી.
થોડા સમય બાદ કાલરા પણ આઉટ થઈ ગયો, તેણે 99 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 86 રન ફટકાર્યા. પૃથ્વીના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા શુભમ ગિલે પણ અર્ધ શતકીય ઈનિંગ રમતા 54 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રનની ઝડપી ઈનિંગ રમી. જોકે, અભિષેક શર્મા (23), હિંમાશુ રાણા (14) અને અંકુર સુધાકર (6) ખૂબ ઝડપથી આઉટ થઈ ગયા.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડની કોચિંગમાં મેદાન પર ઉતરી છે. આશા કરવામાં આવી રહી છે કે, ટીમ ચેમ્પિયન બનીને દેશ આવશે. જણાવી દઈએ કે, મેચ સાથે ભારત-ઓસ્ટ્રેલિયા અંડર-19માં 34 વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં 19 મેચમાં ઓસ્ટ્રેલિયા જ્યારે 15 મેચમાં ભારતનો વિજય થયો છે.