IPL Auction



શું IPLમાં જાનવરોની જેમ થાય છે ખેલાડીઓની લિલામી!
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિયેશન (NZCPA) આઈપીએલમાં થતી ખેલાડીઓની લિલામીની આકરી ટીકા કરી છે જે ગત શનિવાર અને રવિવારે બેંગ્લુરૂમાં યોજાઈ હતી. કિવિઓએ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવાની માગ કરી છે. 27-28 જાન્યુઆરીએ યોજાયેલી બોલામાં 169 ખેલાડીઓ વેચાયા હતા. જેમાં આઠ ફ્રેન્ચાઇઝઓએ 431 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.
NZCPA ચીફ હેથ મિલ્સે લિલામીને ક્રૂર, અપમાનિત કરનાર અને ખેલાડીઓની આજીવિકાની સાથે મજાક ગણાવી છે. મિલ્સે ન્યૂઝીલેન્ડ હેરાલ્ડને જણાવ્યુ કે, મને લાગે છે કે, સિસ્ટમ જૂની છે અને ખેલાડીઓ માટે ઘણી અપમાનજનક છે જેમને વિશ્વની સામે જાનવરોની જેમ પરેડ કરતાં દર્શાવાયા છે.
મિલ્સે વેલિંગ્ટન ક્રિકેટના પૂર્વ મુખ્યકાર્યકારી અધિકારી પીટર ક્લિન્ટનના ટ્વિટનું પણ સમર્થન કર્યું ચે જેમાં લખ્યું છે. આઈપીએલ લિલામી મર્યાદાહીન, ક્રૂર અને બિનજરૂરી રોજગાર ઉભા કરવાની પ્રક્રિયા છે. હાસ્યાસ્પદ મધ્યયુગીન પ્રણાલી છે જે અત્યારે પણ લાગૂ થઈ રહી છે.

મિલ્સે કહ્યું કે, ખએલાડીઓ એટલા માટે નિરાશ છે કે, હજુ પણ તેઓ આઈપીએલ સિસ્ટમને સમજી શકતા નથી. તેમને ખ્યાલ નથી કે, કેવી રીતે કામ કરે છે. લિલામી પ્રક્રિયાને ખોટી ગણાવતાં કહ્યું કે, કોઈ પણ એંગલથી પ્રોફેશનલ જણાતું નથી.
ઉલ્લેખનીય છેકે, પહેલાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, આઈપીએલે લોકોને સટ્ટાબાજી અને ફિક્સિંગ જેવા શબ્દોથી પરિચિત કરાવ્યા હતા તેમજ વિદેશી વિનિમય નિયમોનું ઉલ્લંઘનને ધ્યાનમાં રાખતાં હવે સમય આવી ગયો છે, જ્યાં જોવું પડશે કે, ટૂર્નામેન્ટ ક્રિકેટ માટે હિતમાં છે ?