LG New Phone J18



LG લોન્ચ કર્યો પોતાનો શાનદાર સ્માર્ટફોન
LG શુક્રવારે સાઉથ કોરિયામાં પોતાનો નવો સ્માર્ટફોન LG X4+ને લોન્ચ કરી દીધો છે. LG X4+ પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં LG પે-સ્માર્ટફોન પેમેન્ટ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. તેના દ્વારા યૂઝર્સ ફિંગરપ્રિન્ટ અથવા પાસવર્ડ નાખીને પેમેન્ટ કરી શકશે. તે સિવાય LG ફિંગર ટચને પણ લોન્ચ કરી છે જેનાથી ફિંગરપ્રિન્ટ સેન્સરને ટચ કરીને સેલ્ફી અને સ્ક્રીનશોર્ટ લઈ શકાશે. કંપનીએ સ્માર્ટફોનની કિંમત લગભગ 17,900 રૂપિયા રાખી છે.
LG X4+માં એલ્યુમિનિયમ બેક આપવામાં આવ્યું છે અને તે બે કલર વેરિયેન્ટ- મોરક્કન બ્લૂ અને લવન્ડર વાયોલેટમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે સ્માર્ટફોનને યૂએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના 6-પાર્ટ MIL-STD 810G મિલિટ્રી સ્ટાન્ડર્ડને પાસ કર્યુ છે. તેમાં ઈમ્પેક્ટ, વાઈબ્રેશન, હાઈ ટેમ્પરેચર, લો ટેમ્પરેચર, હ્યયૂમિડિટી અને થર્મલ શોક પણ સામેલ છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો LG X4+માં 5.3 ઈંચ (720×1280 પિક્સલ) HD IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેમાં 2GB LPDDR3 રેમની સાથે સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કેમેરાની વાત કરીએ તો તેના રિયરમાં 13 મેગાપિક્સલનો કેમેરો અને ફ્રંટમાં 100 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સની સાથે 5 મેગાપિક્સલનો કેમેરો પણ છે. સ્માર્ટફોન એન્ડ્રોઈટ 7.0 નૂગટ પર ચાલે છે.
સ્માર્ટફોનની ઈન્ટરનલ મેમરી 32GBની છે જેને કાર્ડની મદદથી 2TB સુધી વધારી શકાય છે. ક્નેક્ટિવિટીની રીતે જોવા જઈએ તો તેમાં Wi-Fi 802.11 a/b/g/n, Bluetooth 4.2, NFC, અને USB Type-B આપવામાં આવ્યું છે. તેની બેટરી 3000mAhની છે અને તેનું વજન 172.3 ગ્રામ છે.
બીજા ફિચર્સની વાત કરીએ તો તેના બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, LG પે અને Hi-Fi DAC ઓડિયો આપવામાં આવ્યો છે. Hi-Fi DACની સાથે LG X4+ 32-bit 192kHz સુધી ઓડિયો આઉટપુટને સપોર્ટ કરે છે.