Under Display Fingerprint Scanner Mobile



દુનિયાનો પ્રથમ અંડર ડિસ્પ્લે ફિંરગરપ્રિંટ સ્કેનર સ્માર્ટફોન થયો
ચીનની કંપની Vivo આજે સમગ્ર વિશ્વનો પહેલો અંડર ડિસ્પ્લે ફિંરગપ્રિંટ સ્કેનર વાળો સ્માર્ટફોન સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનનું નામ Vivo X20 Plus UD રાખવામાં આવ્યું છે. જો કે, અત્યારે તેની કિંમત વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી.
સ્માર્ટફોનના ફીચર્સ Vivo X20 Plus સાથે મળતા આવે છે. જો કે, સૌથી મહત્વની વાત છે કે તેમાં ફિંગરપ્રિંટ સ્કેનર છે, જે તેનાથી તે અલગ દેખાય છે. સ્માર્ટફોન છે જેને સિનેપ્ટિક્સ અને વીવોને CES 2018 માં બતાવામાં આવ્યો હતા.
સ્પેસેફિકેશનની વાત કરીએ તો, Vivo X20 Plus UDમાં 18:9 રેશિયોની સાથે 6.43 ઈંચ ફુલ એચડી 2160 x 1080 પિક્સલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં 2.2GHzની સ્પીડ વાળો ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 600 પ્રોસેસર આપવામાં આવી છે.
તેમાં 4GB રેમની સાથે 128GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોન મેટલ બોડીનો બનેલો છે.
કેમેરાના સેક્શનની વાત કરીએ તો તેની બેકમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. પહેલો કેમેરો 24MPનો છે. તો બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. તેના ફ્રંટમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તેના રિયર કેમેરામાં LED સપોર્ટ પણ છે. સાથે તેના રિયર કેમેરામાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈઝેશન (OIS) સપોર્ટ પણ છે.
કનેક્ટિવિટીની રીતે જોવા જઈએ તો તેમાં 4G LTE, VoLTE, Wi-Fi 802.11 b/g/n/ac, Bluetooth, GPS અને માઈક્રો USB સપોર્ટ આપવામાં આવ્યું છે. Vivo X20 Plus UDમાં 3800mAhની બેટરી આપવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર, સ્માર્ટફોનને 4GB રેમના સિંગલ વેરિયેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેથી તેની કિંમત વધારે હોય તેવી સંભાવના છે. કેટલાંક રિપોર્ટ અનુસાર, તેની કિંમત 39,700 રૂપિયા હોય શકે છે.