Whatsapp New Feature Jan-18



WhatsAppમાં આવશે હવે Gmail જેવું ફીચર
ફેમસ ઇન્સ્ટનટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેના કારણે યુઝર્સ સ્પામ મેસેજને ઓળખી શકશે. જાણકારી WhatsAppમાં બદલાવને ટ્રેક કરી રહેલા ટ્વિટર યુઝર WaBetaInfo આપી છે. હાલ ફીચર gmailમાં પણ છે.
WaBetaInfoના જણાવ્યા અનુસાર WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેથી યુઝર્સ અજાણ્યા સેન્ડરને સ્પામ માર્ક કરી શકશે. ફીચર આવતા અપડેટ વર્ઝન 2.17.430માં આવશે. સિવાય યુઝર્સ આવા સેન્ડર્સને રિપોર્ટ અથવા બ્લોક પણ કરી શકશે. મળેલી માહિતી અનુસાર ફીચર iOS અને એન્ડ્રોઇડ બન્ને યુઝર્સ માટે ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં WhatsApp ભૂલથી બીટા અપડેટમાં એક નવું ફીચર રોલઆઉટ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કંપની રિપ્લાઇ પ્રાઇવેટલીફીચરનું ટેસ્ટિંગ કરી રહી હતી. એક એવું ફીચર છે. જેથી યુઝર્સ કોઇ ગ્રુપ ચેટમાં પ્રાઇવેટ મેસેજ પણ મોકલી શકશે. જોકે, WaBetaInfoના મુજબ ડેવલપર્સે ભૂલથી ફીચર અનેબલ કર્યું હતું.
ઉપરાંત એક અન્ય ખબરની વાત કરીએ તો જો તમે WhatsApp અને ઇન્સ્ટાગ્રામ બન્નેનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખાસ ફીચર આવી રહ્યું છે. ફીચર ખાસ ઇન્સ્ટાગ્રામ લવર્સને ખૂબ પસંદ આવશે. રિપોર્ટ્સ અનુસાર કંપની એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં ઇન્સ્ટા યુઝર્સ પોતાની ઇન્સ્ટા સ્ટોરીઝને ડિરેક્ટ WhatsApp સ્ટેટસ તરીકે શૅર કરી શકશે.

જોકે, યુઝર્સને માટે મેસેજિંગ એપ્લિકેશનમાં જઇને સ્ટોરી પોસ્ટ કરવા માટે ‘Send’ બટનને દબાવવું પડશે. WhatsApp સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બંને 24 કલાક માટે લાઈવ રહેશે, જ્યાં સુધી તેણે પહેલાથી ડીલીટ ના કરવામાં આવે. જે યુઝર્સ બન્ને જગ્યાએ સ્ટોરી અપડેટ કરવાનું પસંદ કરે છે તેમના માટે ફીચર્સની મદદથી ખૂબ ઓછા સમયમાં પોસ્ટ કરી શકશે.