TrueCaller New Feature Jan18



Truecaller લાવ્યું નવું ફીચર
અજાણ્યા ફોન નંબરની જાણકારી તમને ફોન પર આપતી એપ ટ્રૂકોલરે એન્ડ્રોઈડ માટે ટ્રૂકોલર બેકઅપ ફીચર લોન્ચ કર્યું છે, જે યૂઝર્સને પોતાના કોન્ટેક્ટ, કોલ હિસ્ટ્રી, બ્લોગ લિસ્ટ અને સેટિંગને ગૂગલ ડ્રાઈવમાં બેકઅપ અને રિસ્ટોર કરવાની સુવિધા આપે છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતુ કે, ‘ટ્રૂકોલર બેકઅપયૂઝર્સ દ્વારા વધારે રિક્વેસ્ટ કરવામાં આવેલાં ફીચર્સમાંથી એક છે. તે યૂઝર્સના નવા ફોન અથવા સિમ કાર્ડ લેવા પર સુરક્ષિત રીતે તેમના કેન્ટેક્ટ અને સેટિંગને ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર રાખે છે.

અત્યારે બેકઅપ ફાઈલ માત્ર ગૂગલ ડ્રાઈવ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યમાં અન્ય બેકઅપ સ્ટોરેજ સુધી પણ તેને વધારવામાં આવી શકે છે. યૂઝર્સ બેકઅપની ફ્રિક્વેન્સીને પણ બદલી શકે છે, જેમાં ડેલી, વીકલી, મંથલી અને ઓન ડિમાન્ડ પણ સામેલ છે.