Xiomi Note 5



Xiaomi Redmi Note 5ના ફીચર્સ અને કિંમત થયા ‘LEAK’
Xiomi Redmi પોતાના Redmi Note 4ના અપગ્રેડ વર્ઝન પર કામ કરી રહી છે. થોડા દિવસ પહેલા સમાચાર આવી રહ્યા છે કે ફોનને જૂન 2018 સુધીમાં લોન્ચ કરી શકે છે.
એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે Xiaomi Redmi Note 5ની ટેસ્ટિંગ કરવામાં આવી છે અને ફોનને કંપની 2018ની શરૂઆતમાં લોન્ચ કરશે. કંપનીના હેન્ડસેંટના લોન્ચમાં મોડું એટલા માટે કરી રહી છે કેમ કે કંપની પોતાના લેટેસ્ટ સ્નેપડ્રેગન 632 પ્રોસેસરની જાહેરાતની રાહ જોઈ રહી છે.
Specification & Price નીચે પ્રમાણે છે
– Xiomi Redmi Note 5માં સ્નેપડ્રેગન 632માં ક્વાલકોમ સ્પેક્ટ્રા 160 આઈએસપી મોડમ છે.
ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ખુબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
ફોનમાં 5.99 ઈંચની ફુલ એચડી (1080×2160પિક્સલ) ડિસ્પ્લે મળવાની આશા છે.
કંપની ફોનને 2 વેરિએન્ટમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે.
ફોનના એક વેરિએન્ટમાં 3GB રેમ સાથે 32 GB ઈન્ટરનલ મેમરી જ્યારે બીજા વેરિએન્ટમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી મળી શકે છે.
લીક્સ થવાથી મળતી જાણકારી અનુસાર Redmi Note 5ની કિંમત Redmi 4થી વધારે હશે. ડિવાઈસના બેઝ વેરિએન્ટની કિંમત 1,599 ચીની યુઆન (અંદાજીત 15,700 રૂપિયા) રહેશે.