Kohli Completed Century Set



કોહલીએ પૂરો કર્યો શતકોનો સેટ, જાણો કયા દેશમાં કેટલી શદી ફટકારી
વિરાટ કોહલીએ પોતાના વન ડે કરિયરમાં 33મું શતક લગાવ્યું હતું. વિરોધી ટીમના ટાર્ગેટનો પીછો કરતા વિરાટની 20મી સદી હતી જેમાંથી 18 મેચ ભારત જીત્યું છે. ત્યારે . આફ્રિકા સામે વન ડે સીરિઝની પહેલી મેચ હતી.
કોહલીએ 9 દેશમાં વનડે શ્રેણી રમી છે અને તે બધા દેશ પૂર્ણકાલિક ક્રિકેટ સભ્ય દેશ છે. તમામ શ્રેણીમાં કોહલીએ સદી ફટકારી છે. એટલે કે કોહલી જે પણ દેશમાં આંતરરાષ્ટ્રીય વનડે રમ્યો છે ત્યાં તેણે સદી ફટકારી છે.
સચિન તેંડૂલકર અને સનથ જયસૂર્યા એવા 2 બેટ્સમેન હતા જેમણે દસ પૂર્ણકાલિક સદસ્યો પૈકી 9 દેશો સામે સદી ફટકારી હતી. જ્યારે સચિન વેસ્ટ ઇન્ડિઝ અને જયસૂર્યા ઝિમ્બાબ્વે સામે સદી નોંધાવી શક્યા નથી. જોકે વિરાટ કોહલીએ હજુ સુધી પાકિસ્તાનમાં વન ડે ઇન્ટરનેશનલ રમી નથી એટલે અહીં કોઈ સદી પણ ફટકારી નથી.
કહોલીની સદીના કારણે ભારત ગુરુવારે ડરબન વનડે પોતાને નામ કરી શક્યું હતું. સીરિઝની પહેલી મેચમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીના 112 રનની મદદથી યજમાન . આફ્રિકાએ 6 વિકેટ સાથે હરાવ્યું હતું.