IT Return Penalty




આવકવેરા વિભાગ: IT રિટર્નમાં ખોટી માહિતી આપી તો લાગશે 200% દંડ
ટેક્સ છૂપાવવાનો કે બચાવવાનો કોઈપણ પ્રયત્ન તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. આવકવેરા વિભાગ પહેલા વિષય સાથે સંકળાયેલી વિગતો જણાવી ચુક્યું છે. જો કોઈપણ વ્યક્તિ આઇટી રિટર્નમાં ખોટી માહિતી આપશે કે માહિતી છૂપાવશે તો IT ડિપાર્ટમેન્ટ તેના પાસેથી ચાર્જ વસૂલ કરશે. ટેક્સ સાથે ફેરફાર કરવાથી ટેક્સથી બચાવવામાં આવેલી કુલ રકમમાં 50થી 200% સુધી ચાર્જ લગાવવામાં આવશે.
ITની ચેતાવણી ખાસકરીને પગારદાર ટેક્સપેયર્સ માટે છે કારણ કે હાલમાં બેંગલોરનો એક આવો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં જે બાબત સામે આવી હતી તે આવકમાં ઘટાડો અથવા વધારીને લખવાની હતી.
ગેંગ કર્મચારીને બોગસ ટેક્સ રિફંડ હાંસલ કરવામાં મદદ કરતુ હતું. આવક ઓછી બતાવવા અથવા વધારે બત્તાવવાના કાવતરું કરનાર જાણીતી કંપનીઓના કર્મચારીઓ પણ આવું કરતા ઝડપાઈ ગયા છે.
ટેક્સ ટૂ વિન ડૉટ ઇનના સીઇઓ અભિષેક સોનીએ અંગે વિસ્તૃત વાત કરતા જણાવ્યું કે, નિયમનો ઉલ્લંઘન કરનાર શખ્સને સેક્શન 270A અંતર્ગત સજા મળી શકે છે. નોટબંધી બાદ સંશોધન કરીને સેક્શનને વધુ મજબૂત બનાવી દેવામાં આવ્યું છે.
સેક્શન 270A મુજબ ઇનકમ ટેક્સ રિટર્નમાં ખોટી માહિતી આપવામાં આવી તો છૂપાવેલી રકમ પર 200 ટકા સુધીનો દંડ ફટકારવામા આવી શકે છે, અને જો અન્ય કોઇ કારણસર અલગ ઇનકમ બતાવવામાં આવી તો છૂપાવેલી રકમ પર 50 ટકા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે.
એટલું નહીં પણ વિભાગે એમ પણ કહ્યું છે કે આવા ટેક્સ પેયર્સ ખોટું આઇટી રિટર્ન ભરી રહ્યો હોવાનું તેના એમ્પલોયરને જાણકારી પાણ આપવામાં આવશે.
ખોટી ઇનકમ બતાવવાના કેસમાં વસ્તુ સામેલ છે
1. ખોટી માહિતી આપવી કે છૂપાવવી.
2. રોકાણનો સાચો રેકોર્ડ બતાવવો.
3. કપાત વધારીને દર્શાવવી પણ પ્રૂફ આપી શક્યા.
4. અકાઉન્ટ બુકમાં કોઇપણ ખોટી એન્ટ્રી.
5. કોઇ આંતરરાષ્ટ્રીય કે કોઇ ખાસ લેણ-દેણનો રેકોર્ડ છૂપાવવો.


Read Source