Diploma Admission 2018



ડિપ્લોમા એન્જીનીયરીંગ પ્રવેશ
ધો. ૧૦ પછી ડિપ્લોમાં એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે અગામી તા: ૧લી મે થી કાર્યવાહી શરુ કરવાનું નક્કી કરાયું છે. જેમાં તા: ૧લી મેથી ૧૨મી જુન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. આ વખતે ખાનગી બેન્કોની ૧૨૩ જેટલી બ્રાન્ચો પરથી પીન વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થીઓ પીન લેવા બેંકમાં જવું ન હોય તો તેઓ ઓનલાઈન પીન મેળવીને ઓનલાઈન પેમેન્ટ કરી શકે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ વખતે પ્રવેશ સમિતિ દ્વારા કુલ ૬૫,૫૭૫ બેઠકો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગતવર્ષે ૬૬,૧૭૫ બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ગત વર્ષે ૨૬,૫૭૨ જેટલી બેઠકો ખાલી રહી હતી.
ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે પરિણામ આવ્યા બાદ પીન મેળવવામાં ધસારો ન થાય તે માટે ડિગ્રી ઇજનેરીની જેમ અગાઉથી પીન વિતરણ શરુ કરવાનું નક્કી કરાયું છે. ૩૧મી મે સુધી જુદી જુદી કોલેજોમાં ૬૫ જેટલાં અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવશે.
ACPC દ્વારા જાહેર કરાયેલ પ્રવેશનો ૧લી મે થી ૨જી ઓગષ્ટ સુધીનો સંભવિત કાર્યક્રમ જોવા માટે લીંક પર ક્લિક કરો

ACPCની વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો