MBBSમાં એડમિશન કે મજાક?
મેડિકલ એજ્યુકેશનમાં એડમિશન મેળવવું અગાઉના વર્ષોની સરખામણીઇ
સરળ બનાવી દેવાયું છે. શબ્દોની રમતના કારણે મેડિકલના અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં
પ્રવેશ મેળવવો સહેલો બની ગયો છે. પર્સન્ટેજની જગ્યાએ પર્સન્ટાઇલ ઘુસાડી દેવામાં
આવતા હવે ફિઝિક્સમાં ૫ ટકા, કેમેસ્ટ્રીમાં ૧૦ ટકા કરતા ઓછા અને બાયોલોજીમાં ૨૦ ટકા
માર્ક હોય તેને પણ MBBSમા
એડમિશન મળી જાય છે.
૨૦૧૫માં જનરલ કેટેગરી માટે કટઓફ માર્ક ૫૦ ટકા હતા અને અનામત
વર્ગ માટે ૪૦ ટકા હતા. પરંતુ ૨૦૧૬ પછી આ માપદંડ બદલાઈ ગયો. પર્સન્ટેજના સ્થાને
પર્સન્ટાઇલ કરી દાખલ કરી દેવામાં આવ્યું. એટલે કે કટઓફ ૫૦ ટકા ના બદલે ૫૦
પર્સન્ટાઇલ કરી દેવામાં આવ્યો. શબ્દની આ રમતના કારણે મેડિકલ કોર્ષમાં પ્રવેશ
મેળવવાના ધોરણોમાં એટલો મોટો બદલાવ આવ્યો કે શિક્ષણવિદોની આંખો પહોળી બની ગઈ.
આ વર્ષે ૨૦ ટકા કરતાં ઓછા માર્ક લાવનાર માટે પણ મેડિકલ
કોલેજના દરવાજા ખૂલી ગયાં છે. કારણ કે ૨૦૧૭ માં જનરલ વર્ગના વિદ્યાથીઓ માટે ૧૩૧
માર્ક એટલે કે ૧૮.૩ ટકા અને અનામત વર્ગના વિદ્યાર્થીઓઇ ૧૦૭ માર્ક એટલે કે ૧૪.૮ ટકા
માર્ક લાવવાની જ જરૂર પડી.
કેટગરી મુજબ માર્ક રેન્જ, ક્વોલીફાઈ પી.આર. અને વાસ્તવિક કટ
ઓફ ટકાવારી સહિતનો સંપૂર્ણ ન્યુઝ રીપોર્ટ