શિક્ષણ બોર્ડની
કચેરીનું સ્થળાંતર
ગુજરાત માધ્યમિક
શિક્ષણ બોર્ડની મુખ્ય કચેરી વર્ષોથી વડોદરામાં આવેલી છે. અગાઉ આ કચેરીની ગાંધીનગર
ખસેડવાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે હવે આગામી તા. ૧-મે થી ધો. ૧૦ ની માર્કશીટ
સહિતના પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ ગાંધીનગર નહિ પરંતુ વડોદરા જવાનું
રહેશે. કચેરી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાના કારણે તા: ૨૧મી એપ્રિલથી તા: ૩૦મી
એપ્રિલ સુધી ધો.૧૦ના પ્રમાણપત્રો કાઢવાની કામગીરી બંધ રાખવામાં આવશે.
ધો. ૧૦ અને ૧૨
બંનેની કામગીરી અલગ અલગ સ્થળે થતી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલી
ભોગવવી પડતી હતી. પરંતુ હવેથી ધો.૧૦ને લગતા ડુપ્લીકેટ પ્રમાણપત્રો, ખરાઈ
પ્રમાણપત્ર, માઈગ્રેશન પ્રમાણપત્ર વિગેરે કામગીરી નીચે જણાવેલ સ્થળેથી શરુ કરવામાં
આવશે.
વિદ્યાર્થી સેવા
કેન્દ્ર
ગુજરાત માધ્યમિક
અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી,
સેક્ટર ૧૦-બી,
ગાંધીનગર
આ બાબતનો બોર્ડનો ઓફિસીયલ
પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો.