NEETની પરીક્ષા આપવા જતી વખતે ધ્યાનમાં રાખવા જેવી સૂચનાઓ
A અને B બે એન્ટ્રી સ્લોટ હોય છે. (એડમીટ કાર્ડમાં દર્શાવેલ હશે.)
એન્ટ્રી સ્લોટ A નો ટાઈમ: ૭:૩૦ થી ૮:૩૦
એન્ટ્રી સ્લોટ B નો ટાઈમ: ૮:૩૦ થી ૯:૩૦
૯:૩૦ પછી કોઇપણ સંજોગોમાં પરીક્ષા સેન્ટરમાં દાખલ થવા દેવાશે નહિ.
પરીક્ષાના દિવસે આટલું મટીરીયલ્સ ફરજીયાત સાથે રાખવાનું છે.:
* એડમીટ કાર્ડ
* એડમીટ કાર્ડમાં પેરેન્ટ (વાલી)ની સહી કરાવવી.
* ફોર્મ ભરતી વખતે જે અપલોડ કર્યો હોય તે જ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ એડમીટ કાર્ડમાં ચોંટાડવો.
* એવો જ એક બીજો ફોટોગ્રાફ સાથે રાખવો જે પરીક્ષા ખંડમાં હાજરી પત્રકમાં ચોંટાડવાનો રહેશે.
* ઓરીજીનલ આધાર કાર્ડ ફરજીયાત સાથે રાખવું.
NEETની પરીક્ષામાં પ્રતિબંધિત વસ્તુઓની યાદી અને સુચનો
૧. વિદ્યાર્થીએ Half Sleeve (અડધી બાંય) વાળું શર્ટ અને સાદા કપડા જ પહેરવા. (મોટા કે ફેન્સી બટનવાળા, ટોપ, ટીશર્ટ પહેરવા નહી)
૨. સુઝ પહેરવા નહિ. માત્ર સ્લીપર કે હિલ વગરના સેન્ડલ જ પહેરવા.
૩. કોઈ પણ પ્રકારની સ્ટેશનરી, મટીરીયલ્સ, પેન્સિલ, પ્લાસ્ટિક બોક્સ, પાઉચ, કેલ્ક્યુલેટર, પેન, સ્કેલ, ઇરેઝર, લોગ ટેબલ, રાઈટિંગ પેડ સાથે રાખી શકાશે નહિ.
૪. કાંડા ઘડિયાળ, ડીજીટલ ઘડિયાળ, કેમેરા સાથે રાખવા નહિ.
પાણીની બોટલ, તી, કોફી, કોલ્ડડ્રિંક્સ કે પેકેટનો નાસ્તાની પરવાનગી નથી.
૫. પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન, ગોગલ્સ, બેલ્ટ, કેપ (ટોપી), સ્કાર્ફ, કે કંઈપણ મેટાલિક વસ્તુ સાથે રાખી શકાશે નહિ.
૬. કાનની બુટ્ટી, ચેઈન, બ્રેસલેટ, હેર પીન, ઉપરાંત અન્ય કોઈ પણ સોનાનાં દાગીના પહેરવા નહિ.
૭. વિદ્યાર્થીએ પરીક્ષા સેન્ટર પર કોઇપણ પ્રકારની ગેરવ્યાજબી વર્તણુંક કે બીજી પ્રવૃત્તિ કરવી નહિ જેનું કડકાઈથી પાલન કરવું.
NEETની પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવા જેવાં અગત્યના સુચનો
૧. ટેસ્ટ બુકલેટ અને ઓ.એમ.આર.શીટ માટે જરૂરી બ્લુ/બ્લેક પેન પરીક્ષા સેન્ટરમાંથી જ આપવામાં આવશે.
૨. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં આપવામાં આવેલ બુકલેટમાં આપેલ કોડ જ ઓ.એમ.આરની સાઈડ ૨ માં કોડ હોવો જોઈએ. જે બાબતની કાળજી પૂર્વક ચકાસણી કરવી.
(જો એ મુજબ કોડ સરખા નહિ હોય તો સુપરવાઈઝરનું ધ્યાન દોરવું)
૩. ટેસ્ટ બુકલેટ પર જે નંબરો લખેલા હોય તે નંબરો જ OMRની સાઈડ - 2 માં ટેસ્ટ બુકલેટ નં. ના બોક્સ માં લખવા.
૪. પરીક્ષા કેન્દ્ર પરથી અપાયેલ પેન (Blue/Black)નો OMRની સાઈડ-૧ અને ૨ બંને ની વિગતો ભરવા માટે ઉપયોગ કરવો.
તા: ૦૬-૦૫-૨૦૧૮ પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી
૭:૩૦ થી ૯:૩૦
સુપરવાઈઝર દ્વારા એડમીટ કાર્ડનું ચેકિંગ અને હાજરીની પ્રક્રિયા
૯:૩૦ થી ૯:૪૫
ટેસ્ટબુકલેટનું વિતરણ
૯:૪૫
ટેસ્ટ બુકલેટનું સીલ તોડવું અને તેમાંથી Answer Sheet બહાર કાઢવી
૯:૫૫
પરીક્ષાની શરૂઆત
૧૦:૦૦
પરીક્ષા પૂરી
૦૧:૦૦
ખાસ નોંધ :
૧) પરીક્ષા કેન્દ્ર પર મોડામાં મોડું ૦૯:૩૦ સુધીમાં જ એન્ટ્રી આપશે.
૨) રફ વર્ક ટેસ્ટ બુકલેટમાં જ કરવું.