ABD Come Backક્રિકેટમાં પાછો ફરશે એબી ડિ વિલિયર્સ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા એબી ડી વિલિયર્સે ક્રિકેટ સાઉથ આફ્રિકાની મદદ માટે સલાહકારની ભૂમિકા માટે રસ દાખવ્યો છે. 34 વર્ષીય ડી વિલિયર્સે નિવૃત્તિ બાદ કહ્યું હતું કે, તે ટાઇટન્સ અને આઈપીએલમાં આરસીબી તરફથી રમતો રહશે. સલાહકારની ભૂમિકામાં ડી વિલિયર્સને રસ હોવાનું ક્રિકેટ સાઉથ આફ્રિકાના સીઇઓ થબાંગ મોરોઈએ કહી હતી. ડી વિલિયર્સે વર્ષે આઈપીએલમાં રમ્યા બાદ અચાનક આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ જાહેર કરી હતી.
મિસ્ટર 360 નામે જાણીતા સાઉથ આફ્રિકન બેટ્સમેન વર્ષે મે મહિનામાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેની ઘોષણાથી દુનિયાભરના ક્રિકેટ ફેન્સને આંચકો લાગ્યો હતો. ઘટનાક્રમમાં બે દિવસ બાદ તેણે મોરોએ સાથે વાતચીત કરી હતી અને તેમણે એબીને કોચ સંબંધિત ભૂમિકામાં જોડાવવા માટે ઑફર કરી હતી.
એક પ્રેસ કૉન્ફરન્સમાં મોરોએએ જણાવ્યું કે, ‘એબીએ સંકેત આપ્યા હતા કે, તે એવી બાબતમાં આગળ વધશે જેમાં તેને રસ હશે. પરંતુ અમારે સ્કેલ પર વાત કરવાની જરૂર છે. એબીએ પરિવાર સાથે વધુ સમય વિતાવવાના આશયથી રિટાયરમેન્ટ લીધું હતું. આવામાં જો હું તેને ક્રિકેટ સાથે જોડાયેલી ભૂમિકામાં પરત લાવીશ તો તે પહેલાની સરખામણીએ વધુ સમય નહીં આપી શકે જે તેના માટે સારું નહીં રહે.
Source