OMR Removed From Board



ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં OMR નીકળી જશે!?
હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્રારા લેવાતી ઘો.10 અને ધો.12 સાયન્સ ની બોર્ડ ની પરીક્ષામાં 50 માર્કસ ની પરીક્ષા OMR પધ્ધતિ થી લેવામાં આવે છે,જેમાં થતી સામુહિક ચોરીઓ અટકાવવા રાજય સરકાર 50 માર્કસની OMR પરીક્ષા પધ્ધતિ નાબૂદ કરવાનો નિર્ણય લેવા જઇ રહી છે.
મળતી માહીતી મુજબ વર્ષે 450 સમૂહ ચોરીના કેસ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ OMRમાં 45-50 માર્ક્સ મેળવ્યા હોય, પરંતુ બાકીના 50 માર્ક્સના પેપરમાં માંડ 5 માર્ક્સ પણ મેળવ્યા હોય. 2017માં આવી 650 અને 2016માં 553 ફરિયાદો મળી હતી.
જેને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ(GSHSEB) દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, SSC અને HSCની પરીક્ષાઓમાં NCERTનો અભ્યાસક્રમ અને સેન્ટ્રલ બોર્ડની પરીક્ષાની પેટર્ન લાગુ કરવામાં આવે અને 50 માર્કસ ની OMR પદ્ધતિ નાબૂદ કરાય.
અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતુ કે, સરકાર GSHSEBના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ટુંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 9 અને 11માં NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે અને 2019થી ધોરણ 10 અને 12માં પણ તે અભ્યાસક્રમ શરુ કરવામાં આવશે. જાણકાર સૂત્રો ના જણાવ્યા મુજબ જણાવ્યું કે, જો 2019 થી CBSE પેટર્ન લાગુ કરાય તો તેમાં OMR પ્રશ્નો હોતા નથી.
બોર્ડના અધિકારી ના જણાવ્યા મુજબ નિર્ણયથી વિદ્યાર્થીઓને કોઈ નકારાત્મક અસર નહીં પડે.GSHSEBમાં ઈન્ટરનલ અને એક્સર્ટનલ બન્ને પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. CBSE પેટર્નમાં બોર્ડની પરીક્ષાનું વેટેજ 80 માર્ક્સ અને સ્કૂલમાં લેવામાં આવતી પરીક્ષાનું 20 માર્ક્સ હોય છે. જો વિદ્યાર્થીનો ઈન્ટરનલ સ્કોર સારો હશે તો તે પરીક્ષામાં સરળતાથી પાસ થઈ જશે.