મિત્રો,
ધોરણ ૧૦ નાં યુનીટ ૧ માં મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ઝઝૂમતા લોકો વિષેનાં કુલ ૪ પ્રસંગો આપવામાં આવ્યા છે. સૌથી પહેલા પાન નં. ૧ પર Pre Task માં દશરથ માંઝી વિષે માહિતી આપી છે કે કેવી રીતે દશરથ માંઝીએ એકલા હાથે પર્વત તોડીને રસ્તો બનાવ્યો છે.
ત્યાર બાદ પહેલા ભાગમાં તાજ નગર ગામના લોકોએ કઈ રીતે ૨૫ વર્ષ સંઘર્ષ કરીને અંતે જાતે જ પોતાના રૂપિયાથી રેલ્વે સ્ટેશન બનાવ્યું તેના વિષે ની વાર્તા છે.
બીજાં ભાગમાં ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં એક NGO - Mera Gao Power (MGP) ગામવાળાને અઠવાડિયે માત્ર ૨૫/- રૂ લઈને સોલાર પાવરથી વીજળી પૂરી પાડે છે અને લોકોના જીવનમાં પરિવર્તન આવે છે તેની વાર્તા છે.
ત્રીજા ભાગમાં કેરાલાના પલક્કડ જિલ્લાની પબ્લિક લાઈબ્રેરી કઈ રીતે નારી સશક્તિકરણ માટે પ્રયત્ન કરે છે તેની વાર્તા કહેવામાં આવી છે.
આ માત્ર પાઠનો સાર છે. પાઠ વિષે વિગતવાર સમજણ મેળવવા માટે વિડીયો જોવા અહી ક્લિક કરો.