Vehicle Insurance



દર વર્ષે કાર-બાઇકનો વીમો કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો
1 સપ્ટેમ્બર 2018થી કાર ખરીદવાની સાથે 2 વર્ષનો થર્ડ પાર્ટી વિમો કરાવવો જરૂરી રહેશે. તો બાઇક સાથે 5 વર્ષનો થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી રહેશે. સુપ્રીમ કૉર્ટે 1 સપ્ટેમ્બર 2018થી આ નિયમને લાગુ કરવાનો આદેશ આપ્યો છે. કૉર્ટે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને આ સંબંધમાં દિશા-નિર્દેશ જાહેર કરવા કહ્યું છે. અત્યાર સુધી ફક્ત ટૂ વ્હિલર્સ માટે જ એક વર્ષથી વધારે સમયગાળાનું વીમા કવર બજારમાં મળતુ હતુ.
સુપ્રીમ કૉર્ટે માર્ગ સુરક્ષા પર અદાલત કમિટીની ભલામણોનો ઉલ્લેખ કરતા આ નિયમ અનિવાર્ય બનાવ્યો છે. મોટર વાહન અધિનિયમ પ્રમાણે રોડ પર દોડી રહેલા દરેક વાહનનો વીમો હોવો જરૂરી છે. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.) દરેક પોલિસીમાં 2 ભાગ હોય છે એક થર્ડ પાર્ટી કવર અને ઑન ડેમેજ. દેશમાં દરેક વાહન માટે થર્ડ પાર્ટી વિમો જરૂરી છે. આ વાહન દ્વારા કોઇ થર્ડ પાર્ટીને નુકશાનની ભરપાઈ કરે છે. તે ઑનરનાં વાહનને પહોંચેલા નુકશાને કવર નથી કરતો.
આ સિવાય કેન્દ્ર સરકાર જલદી મોટર વ્હીકલ નિયમોમાં બદલાવ કરવા જઇ રહી છે. ડિઝિટલ ઇન્ડિયા અંતર્ગત મોટર વ્હીકલ એક્ટને પણ ડિઝિટલ કરવાની યોજના છે. આ કારણે તમારે ડ્રાઇવિંગ લાઇસેંસ, ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઇન્શ્યોરન્સ સાથે લઇને નહી ચાલવું પડે.