Board Student Died



પરિવારે કરી એવી ચર્ચા કે ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીએ જીવન ટુંકાવ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટીની ચકચારી ઘટના બની હતી.ધોરણ 10ની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. સુરતના પાંડેસરા વિસ્તારનાં કર્મયોગી નગર 3માં રહેતી કિશોરીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ધોરણ 10 અભ્યાસ કરતી કિશોરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી નંબર 3 સોસાયટીમાં ડિમ્પલ ચૌરસીયા પરિવાર સાથે રહે છે.ડિમ્પલની ઉંમર આશરે 16થી 17 વર્ષની છે. તેણીની ક્રિષ્નરાજ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ડિમ્પલે કોઇ કાaરણોસર બુધવારે મોડી રાત્રે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે પરિવારે લગ્નની ચર્ચા શરૂ કરતાં કિશોરીએ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની પુત્રી ડિમ્પલ ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.માતા શાકભાજી લેવા માટે ગઈ હતી. તેમજ પિતા નોકરી પર હતા અને બે ભાઈ રમવા ગયા હતા. ત્યારે ગળે ફાંસો ખાઈ ડિમ્પલે જીવન ટૂંકાવ્યું હતુ.
પોલીસે સ્થળ ઉપર પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી છે. જોકે, ડિમ્પલની આત્મહત્યા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ બાદ તેની આત્મહત્યાનું કારણ જાણવા મળશે.પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.