Std 10-12 Exam Pattern



ધોરણ 10-12ની એક્ઝામ પેટર્નમાં ફેરફાર

જે વિદ્યાર્થીઓ આવતા વર્ષે સીબીએસઈની પરીક્ષા આપવાના છે તેમના માટે એક જરૂરી સમાચાર છે. સીબીએસઈ ૨૦૧૯-૨૦થી ૧૦મા અને ૧૨ ધોરણના પ્રશ્નપત્રમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. સીબીએસઈની આ રિવેમ્પ પ્રક્રિયામાં વોકેશનલ સબ્જેક્ટની ટેસ્ટ પેટન્ટ અને રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા પર પણ નિર્ણય લેવાશે.
વધારે ફોકસ એ વાત પર હશે કે વિદ્યાર્થીઓની લર્નિંગ પ્રોસેસ અને વિચારવાનું ક્ષમતાનું આકલન કરી શકાય. જેથી તેમનો માનસિક વિકાસ યોગ્ય સ્તર પર થાય. કોશિશ એ રહેશે કે વિદ્યાર્થીઓએ ગોખીને વધુ માર્ક્સ લાવવાની પ્રથા બંધ થશે.
સીબીએસઈએ નવી ગાઈડલાઈન્સ મંત્રાલયને શોપી દીધી છે. જે મુજબ સ્કૂલોની એફિલિએશન અને નવિનીકરણ દરમિયાન ફોકસ સંસ્થાઓના શૈક્ષણિક સ્તર પર રહેશે. સ્કૂલોમાં માળખાકીય નિરીક્ષણ માટે બોર્ડ માન્યતા અધિકારીઓના રિપોર્ટ પર નિર્ભર રહેશે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રપોઝલમાં હજુ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે, પરંતુ બોર્ડે આગામી સત્ર માટે ૧૦મા અને ૧૨મા ક્લાસના પ્રશ્નપત્રની પેટર્નમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
બે ભાગમાં યોજાશે પરીક્ષાઓ ૧૦મા અને ૧૨માની તમામ એક્ઝામ માર્ચમાં પૂરી કરાવવા અને તેમના રિઝલ્ટને ઝડપથી જાહેર કરવા સીબીએસઈએ પોતાનો ખાસ પ્લાન બનાવ્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં લેવાશે.
વોકેશનલ અને નોનવોકેશનલ. કેમ કે વોકેશનલ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે તેથી તે ફેબ્રુઆરી મહિનામાં લેવાય છે, જ્યારે નોનવેકેશનલ સબ્જેક્ટની પરીક્ષાઓ માર્ચમાં ૧૫ િદવસની અંદર લેવાશે. મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે પેપર સંબંધિત શેડ્યૂલની પ્રપોઝલ પર હજુ વાતચીત જારી છે અને હજુ કઈ ફાઈનલ થયું નથી.
કંઈક આવું હશે નવું ક્વેશ્ચન પેપર
– ક્વેશ્ચિયન પેપર હવે પ્રોબ્લેમ સોલ્વિંગ અને વિશ્લેષણાત્મક પેટર્નના હશે.
– શોર્ટ ક્વેશ્ચન વધુ હશે.
– વિદ્યાર્થીઓના ક્રિટિકલ થિન્કિંગ એબિલિટીને ટેસ્ટ કરવા પર ફોકસ રહેશે.
– વોકેશનલ વિષયોની એકઝામ આગામી સત્રમાં ફેબ્રુઆરીમાં હશે, જ્યારે મુખ્ય વિષયોની એકઝામ માર્ચમાં પૂરી થશે.
– પેપરના મૂલ્યાંકન માટે વધુ સમય મળશે અને રિઝલ્ટ સમય પહેલા જાહેર કરાશે.
Source      સૌજન્ય: સમભાવ ન્યુઝ