Earn Money With FB



Facebookથી કમાઇ શકશો રૂપિયા
સોશિયલ નેટવર્કિગ સાઇટ ફેસબુકે તેના યુઝર્સ માટે ફેસબુક વોચ નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. સર્વિસનો ફાયદો તે યુઝર્સને થશે જે ફેસબુકનો ઉપયોગ તેમનો વીડિયો શેર કરવા માટે કરે છે. ફેસબુકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે વોચની લોન્ચિંગની સાથે અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર પબ્લિશર્સ અને ક્રિએટર્સને બે રીતે મદદ કરવા માંગીએ છીએ. પ્રથમ ફેસબુક પર વીડિયોથી પૈસા કમાવવામાં તેમની મદદ કરવા અને બીજુ ક્રિએટર્સ યોગ્ય રીતે જાણી શકે કે તેમનું કન્ટેન્ટ કેવી રીતે પરફોર્મ કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે નવા ફીચરની સીધી ટક્કર યુટ્યૂબ સાથે થશે.
ફેસબુકથી વીડિયો દ્વારા પૈસા કમાવવાની માટેની કેટલીક શરતો
ક્વોલિફાઇ કરવા માટે ક્રિએટર્સને ઓછામાં ઓછો ત્રણ મિનિટનો વીડિયો બનાવવનો હશે, જેના 10000 ફોલોઅર્સ થવા જોઇએ. બે મહિનાની સમય સીમાની અંદર 30,000થી પણ વધારે વન-મિનટ વ્યૂજ હોવા જોઇએ કે ફેસબુકના મોનેટાઇજેશન એલિજિબિલિટી ધોરણોને પૂરા કરવા પડશે. કમાણીનો 55 ટકા ભાગ યુઝર્સને મળશે. જ્યારે 45 ટકા ભાગ ફેસબુકની પાસે જશે.
તમને જણાવી દઇએ કે ફીચરને અમેરિકામાં ગત વર્ષે યુઝર્સને એખ એવા પ્લેટફોર્મ આપવાના લક્ષ્યથી લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યા તે શો અને વીડિયો ક્રિએટર્સને ડિસ્કવર કરી શકે. જ્યારે જૂનમમાં ફેસબુકે જાહેરાત કરી હતી કે તે કંપની ક્રિએટર્સ અને યુઝર્સને નજીક લાવવા માટે નવા શો લોન્ચ કરશે, જેમા પોલ્સ અને ક્વિજ જેવા ફીચર્સ હોય.