Ganpati Sthapana




ગણપતિ બાપ્પાની સ્થાપના પછી ન કરશો આ કામ, નહિં તો થશો પાપી

દેશભરમાં ગણપતિ બાપ્પાની ભારે ભક્તિભાવથી ચોથ ઉજવાય છે. ભાદરવા માસની ચતુર્થીએ ગણેશ પૂજન કરવાથી મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. લોકો ગણેશજીને વાજતે-ગાજતે ઘરે લાવે છે અને દસ દિવસ માટે ગણેશજીની ઘરે સ્થાપના કરવામાં આવે છે. ગણેશજીની જ્યારે ઘરે સ્થાપના કરવામાં આવે છે ત્યારે કેટલાંક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. આ નિયમો એવા છે જેનું પાલન ન કરવામાં આવે તો સ્થાપના કરનાર પાપના ભાગીદાર બની જાય છે. જો તમે પણ આ નિયમોથી અજાણ હોય તો જાણી લો આજે.
દસ દિવસ ન કરવા આ કામ
* ઘરમાં ઝગડાં ન કરવા શાંતિ અને સંયમ જાળવવો તેમજ ક્રોધ ન કરવો.
* ખોટું ન બોલવું કે ન કોઈ વાત છુપાવવી.
* દસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું.
* ઘરમાં કોઈની નિંદા કે ચુગલી ન કરવી.
* ભોજન કરતાં પહેલાં ગણેશજીને ભોગ લગાવવો.
* આ દિવસો દરમિયાન ઘર ખાલી ન રાખવું. એક સભ્યએ ઘરમાં હાજર રહેવું.
* આ દિવસોમાં ઘરમાં જુગાર ન રમવો.
* આ દિવસો દરમિયાન કોઈના માટે પણ મનમાં કોઈ માટે ખરાબ ભાવના ન રાખવી.
આ કામ અવશ્ય કરવું
* સવારે અને સાંજે ગણેશ પુરાણ, ગણેશ ચાલીસા, સ્તુતિ, આરતીનું પઠન કરવું.
* ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો.
* ભગવાનને મોદકનો ભોગ અવશ્ય ધરાવવો.
source