Most Confusing Que




સદીઓથી વણઉકેલાયેલ પ્રશ્ન: પહેલાં મરઘી કે ઇંડું? ક્વાંટમ ફિઝિક્સે પ્યો જવાબ

સદીઓથી એક પ્રશ્ન બાળકો, મોટા અને નિષ્ણાતોને સતાવાઇ રહ્યો છે કે પહેલાં મરઘી આવી કે ઇંડુ. દરેક વ્યક્તિને કયારેક ને કયારેક પ્રશ્ન પૂછાયો હોય છે. પ્રશ્ન પર પ્રાચીન કાળમાં યુનાનના વિચારકોમાં જંગ છેડાઇ હતી અને કોઇ પણ એક મત નહોતું.
એકદમ અજીબ પ્રશ્ન છે. જો જવાબમાં મરઘી કહીએ તો પ્રશ્ન થશે કે મરઘી જે ઇંડામાંથી નીકળે તે કયાંથી આવી. ચર્ચાનો કયારેય અંત આવતો નથી. પરંતુ જો ઑસ્ટ્રેલિયામાં ક્વીંસલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ફ્રાન્સમાં એનઇઇએલ સંસ્થાને ક્વાંટમ ફિઝિક્સની મદદથી તેને સાબિત કર્યાનો દાવો કર્યો છે. ક્વાંટમ ફિઝિક્સના મતે ઇંડા અને ચિકન બંને પહેલાં આવ્યા છે.
ક્વીસલેન્ડ યુનિવર્સિટીમાં એઆરસી સેન્ટર ઓફ એક્સિલેન્સ ફોર ક્વાંટમ એન્જિનિયરિંગ સિસ્ટમના ભૌતિક વિજ્ઞાની જૈકી રોમેરોએ કહ્યું કે ક્વાંટમ મૈકેનિક્સનો મતલબ છે કે કોઇ નક્કી નિયમિત ક્રમ વગર પણ થઇ શકે છે. તેઓ કહે છે કે અમારા રિસર્ચમાં બંને વસ્તુ પહેલાં હોઇ શકે છે. તેને અનિશ્ચિતતાના કારણોનો ક્રમમનાય છે, તેને આપણે આપણા રોજીંદા જીવનમાં જોતા નથી. આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.
આવી રીતો કર્યો અભ્યાસ
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં અસરને જોવા માટે ફોટોનિક ક્વાંટમ સ્વિચ નામની એક કૉન્ફિગરેશનનો ઉપયોગ કર્યો. રોમેરોએ કહ્યું કે ક્વાંટમ સ્વિચની સાથે અમારા રિસર્ચમાં બંને ઘટનાઓના ક્રમ જેના નિર્ભર કરે છે તેને કંટ્રોલ કહેવાય છે. કોમ્પ્યુટરના બિટ્સનું ઉદાહરણ લો જેની વેલ્યુ 0 કે 1 હોય છે. અમારા રિસર્ચમાં જો કંટ્રોલ વેલ્યુ 0 છે તો બીથી પહેલાં થાય છે અને જો કંટ્રોલ વેલ્યુ એક છે તો ની પહેલાં બીહશે. આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.

ક્વાંટમ ફિઝિક્સમાં અમારી પાસે સુપરપોઝિશન (એકની ઉપર બીજી વસ્તુને બેસાડવાની પ્રક્રિયા)માં બિટ્સ હોઇ શકે છે, તેનો મતલબ છે કે તેની વેલ્યુ એક સમયમાં 0 અને 1 છે. આથી એક નિશ્ચિત અર્થમાં આપણે કહી શકીએ છીએ કે બિટ્સની વેલ્યુ અપરિભાષિત છે. કંટ્રોલની અનિશ્ચિત વેલ્યુના લીધે જે ઑર્ડર નક્કી કરે છે, તેને આપણે કહી શકીએ કે અને બીઘટનાઓની વચ્ચે અપરિભાષિત ઑર્ડર છે. આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.

આમ સામાન્ય રીતે કહેવું હોય કે બીથી પહેલાં હોય છે કે થી પહેલાં હશે’, તેમાંથી માત્ર એક સત્ય હોઇ શકે છે. પરંતુ ક્વાંટમ ફિઝિક્સમાં વાસ્તવિકતા અલગ છે. જો બંને અભિવ્યક્તિઓ સાચી હોઇ શકે છે તો આપણને તે મળી જાય છે. જેને આપણે અપરિભાષિત અસ્થિર ઑર્ડર (ક્રમ) તરીકે ઓળખીએ છીએ. પરિવર્તનની કેટલીય સંભાવનાઓ હોય છે પરંતુ રૂપાંતરણ અને ધ્રુવીકરણ વિકલ્પના પરસ્પર સંબંધની પણ એક સરહદ હોય છે. રિસર્ચ દરમ્યાન અમે સરહદને તોડી દીધી અને પછી અમે પરિણામ પર પહોંચ્યા કે અને બીની વચ્ચે એક અનિશ્ચિત ઑર્ડર છે.
વધી શકે છે કોમ્પ્યુટરની સ્પીડ
રિસર્ચ એક સિદ્ધાંતનું પ્રમાણ છે, પરંતુ મોટાપાયે તેનો વાસ્તવિક ઉપયોગ થઇ શકે છે, જેમ કે કોમ્પ્યુટરને વધુ સક્ષમ બનાવા કે સંચારમાં સુધારો કરવા. રોમેરોએ કહ્યું કે વિયનામાં એક રિસર્ચ કરાયું જેમાં પ્રદર્શિત કરાયું કે એક પ્રકારની ગણતરીમાં અનિશ્ચિત ઓર્ડરનો ફાયદો છે. વાસ્તવમાં સામાન્ય રીતે કોઇ ગણતરીમાં બે કણો હોવા જરૂરી છે, પરંતુ ક્વાંટમ સ્વિચની સાથે માત્ર એક કણથી તેને કરી શકાય છે. રિસર્ચ સોસાયટી ઓફ અમેરિકન ફિઝિક્સ મેગેઝીન ફિઝિકલ રિવ્યુ જર્નલ અમેરિકન ફિઝિકલ સોસાયટીમાં પ્રકાશિત કરાયો છે. Source