Whatsapp New Feature 15-10-2018




WhatsApp પર હવે ડિલીટ નહીં થાય મેસેજ! કંપનીએ કર્યો મોટો ફેરફાર


આજના યુગમાં સ્માર્ટફોન હોય અને WhatsAppના હોય ફોનમાં એવું ભાગ્યે બને છે. દુનિયામાં WhatsApp ખુબ લોકપ્રિય એપ થઇ ગઇ છે. વાંરવાર WhatsApp નવા નવા પરિવર્તન તેની એપમાં કરે છે. જેમાં Whatsappની સૌથી લોકપ્રિય સુવિધા 'Delete for Everyone' માં એક નવું અપડેટ આવ્યું છે. ફિચર્સમાં, સંદેશ મોકલનાર મોકલેલા મેસેજને 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં ડિલીટ કરી શકે છે. ત્યારબાદ સેન્ડર અને રિસીવર બન્નેના ફોનથી મેસેજ ડિલીટ થઇ જાય છે. નવા અપડેટમાં, વૉટ્સએપે Recipient limitમાં બદલાવ કર્યો છે.
જોકે, યૂઝર્સ 13 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડમાં તેમનો મેસેજ રિસીવ કરી લે છે, તો હજુ પણ 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડ્સની અંદર મોકલવામાં આવેલો મેસેજ ડિલીટ કરી શકાય છે.
Recipient limitને અપડેટ કરવાનો અર્થ એવો થાય છે કે જો તમે કોઈને મોકલેલા મસેજને ડિલીટ કરો છો, પરંતુ યૂઝર્સને તમારા મેસેજની રિક્વેસ્ટ 13 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ સુધી નથી મળતી તો મેસેજ ડિલીટ નહીં થાય. ઉદાહણ તરીકે જોઈએ તો જો તમે કોઈને મેસેજ કર્યો છે અને દરમિયાન ઉપર જણાવેલ કલાકો સુધી તેનો ફોન બંધ હોય તો તે મેસેજ ને ડિલીટ નહીં કરી શકાય.
કંપનીએ યૂઝર્સઓને ધ્યાનમાં રાખીને પગલું ઉઠાવ્યું છે, જે મેસેજ ડિલીટ કરવાનો ગેરફાયદો ઉઠાવીને અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પહેલાં મોકલેલા મેસેજને ડિલીટ કરી રહ્યા છે.
વોટસએપ પર પાંચ નવા ફીચર્સ લાવવા પર કામ કરી રહેલ છે. જેમાં સ્વાઇપ ટુ રિપ્લાય, વોટ્સએપ એડ ફોર સ્ટેટસ, વોટ્સએપ સ્ટીકર પેક અને વોટ્સએપ ઇનલાઇન ઇમેજ જેવા ફિચર મોજૂૂદ છે. સ્વાઇપ ટુ રિપ્લાયની મદદથી યુઝર કોઇ પણ મેસેજને જમણી તરફ સ્વાઇપ કરીને રિપ્લાય આપી શકશે અને તેનો સમય પણ બચશે.