10000 Teachers Bharti




શિક્ષણ વિભાગે કરી મોટી જાહેરાત, 10 હજાર શિક્ષકોની કરાશે ભરતી

રાજ્યની પ્રાથમિક શાળા ધોરણ.૬થી ૮ના શિક્ષકોની ભરતી કરવાની ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પરંતુ એક તબક્કામાં અને વધુમાં વધુ બેઠકો પર ભરતી કરવામાં આવે તેવી રાજ્યના ટેટ પાસ ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. ધોરણ.૬થી ૮માં અંદાજે ૨૦ હજાર જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. માટે જો ખાલી બેઠકો પૈકી ૫૦ ટકા જેટલી બેઠકો પર પણ ભરતી કરવામાં આવે તો અનેક ટેટ પાસ ઉમેદવારોની બેકારી દૂર થશે. જો ઓછી બેઠકો પર ભરતી કરાશે તો મોટી વયના ઉમેદવારોએ ટેટની પરીક્ષા પાસ કરવા છતા નોકરીથી હાથ ધોવાનો વારો આવશે તેવુ સુત્રો જણાવી રહ્યાં છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી પરીક્ષામાં રાજ્યમાંથી ,૧૪,૭૧૫ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૫૦,૭૫૫ ઉમેદવારો પાસ થતા ૨૩.૬૪ ટકા પરિણામ આવ્યુ હતુ જોકે અત્યાર સુધી કુલ વખત પરીક્ષા લેવામાં આવી છે.
મહત્વનું છે કે, પરીક્ષા લીધી બાદ તૂંરત ભરતી કરવાની હોય છે પરંતુ વખતે એક વર્ષના લાંબા સમયગાળા બાદ ભરતી કરવાનો આયોજન શરૃ કર્યુ છે અને થોડા દિવસામાં જાહેરનામુ પણ બહાર પડી શકે છે. પરંતુ ખાલી બેઠકો પૈકી ઘણી ઓછી બેઠકો પર ભરતી કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
જેથી અનેક એવા ઉમેદવારો છે જેમની વય મર્યાદા અણી પર આવી ગઈ છે જેથી ભરતી વધુમાં વધુ બેઠકો પર આવે તો આવા વયમર્યાદાએ પહોચી ગયેલા ઉમેદાવારો બેકારીના ભરડામાંથી બહાર આવી શકશે. જેથી તમામ બેઠકો ના ભરાય તો કઈ વાંધો નહી પણ બને તેટલી વધુ બેઠકો પર ભરતી થાય તેવી ટેટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી હતી. Source