GST in Education



હવે અભ્યાસક્રમમાં પણ લાગશે’ GST

હવેથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં જીએસટીને વિષય તરીકે સમાવેશ કરવામાં આવશે. જૂન 2019થી GSTને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવશે. એકેડેમિક વર્ષ 2019થી ધોરણ -11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને GST વિષયને ભણવું પડશે.
દેશમાં જીએસટીને વિષય તરીકે અભ્યસક્રમમાં લાવનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બનશે. જીએસટીના વિષયને જટિલ અભ્યાસક્રમનો થિયરી તરીકે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરાયો.
હવેથી જીએસટીને પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણવું પડશે. વિષય બાબતે નાણાં વિભાગના અધિકારીનું માર્ગદર્શન લેવાયું છે. તેમજ 9 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ અભિપ્રાય લેવાયો છે.
વિષય માટે એક વર્ષથી શિક્ષણ વિભાગ અને પાઠ્ય પુસ્તક મંડળ મેહનત કરતું હતું. આગામી સમયમાં કોલેજોના અભ્યાસક્રમમાં પણ જીએસટીને અલગ વિષય તરીકે લેવાઈ શકે છે. source
આ ન્યૂઝનો વિડીઓ જોવા : ક્લિક કરો