નીટ ફોર્મ ૨૦૧૯
આ વર્ષે ઓફલાઇન અને એક જ વખત નીટ લેવાશે
MBBS અને BDS કોર્સમાં પ્રવેશ માટે નેશનલ એલીજીબીલીટી
કમ એન્ટ્રન્સ ટેસ્ટ આ વર્ષે નેશનલ ટેસ્ટીંગ એજન્સી લેવાની છે. વેબસાઈટ પર આજથી
નીટના ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ ૩૦મી નવેમ્બર સુધી નીટના ફોર્મ ભરી
શકશે.
૩૦મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
નીટ ૫-મે, ૨૦૧૯ ના રવિવારે બપોરે ૨ થી ૫ સુધી લેવાશે. જેના ફોર્મ ઓનલાઈન તા:
૦૧-૧૧ થી તા:૩૦-૧૧ સુધી ભરી શકાશે. ફી ભરવાની છેલ્લી તારીખ ૦૧-૧૨ રહેશે. નીટના
એડમિટ કાર્ડ તા: ૧૫-૦૪ થી ડાઉનલોડ કરી શકાશે. નીટનું પરિણામ તા ૦૫-જુનના રોજ જાહેર
થશે. NTA દ્વારા અગાઉ એવી જાહેરતા થઇ હતી કે
JEE-Mainની માફક NEET પણ ઓનલાઈન લેવાશે અને વિદ્યાર્થી
બે વખત આપી શકશે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય વિરોધ થતા NTA આ બંને વિકલ્પ પડતા મુક્યા છે. આ
વર્ષે નીટ ઓફલાઇન પેન-પેપર પ્રમાણે અને એક જ વખત લેવાશે. આવતા વર્ષથી ઓનલાઈન અને
વખતનો વિકલ્પ ચાલુ થઇ શકે છે.
બપોરે હશે પરીક્ષા
બીજો ફેરફાર એ કરાયો છે કે અગાઉ નીટનું
પેપર સવારના સમયમાં લેવાતું હતું. તેના બદલે આ વર્ષે બપોરનો સમય કરાયો છે. ગ્રામ્ય
વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સેન્ટર પર પહોંચી શકતા નહોતા.
ન્યુઝ રીપોર્ટ જુઓ : ક્લિક કરો
નીટના ફોર્મ ભરવા માટે ઓફિસીયલ
વેબસાઈટ : ક્લિક કરો