Talent Search Test 2019




પ્રખરતા શોધ કસોટી ૨૦૧૯
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ નાં વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે દર વર્ષે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવે છે. ગુ. મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની તા: ૧૯-૧૧-૨૦૧૮ની શૈક્ષણિક સમિતિની બેઠકના ઠરાવ અન્વયે પ્રખરતા શોધ કસોટીમાં નીચે જણાવેલ ફેરફાર કરવામાં આવ્યા છે જેનો અમલ ફેબ્રુઆરી ૨૦૧૯માં લેવાનાર કસોટીથી કરવામાં આવશે.
૧. પ્રખરતા શોધ કસોટીના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.
૨. આ પરીક્ષામાં ઓએમઆર શીટમાં બારકોડ સ્તીકારનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીની હાજરી માટે બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરોવન પત્રકના નમુના મુજબ હાજરી પત્રક બનાવવામાં આવશે.
૩. પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે.
૪. પ્રખરતા શોધ કસોટીનો અભ્યાસક્રમ ધો ૯ ની કક્ષા પ્રમાણે રહેશે.
૫. પ્રખરતા શોધ કસોટીનાં પ્રશ્નપત્ર ૧ માટેનો સમય સવારે ૧૧ થી ૦૧ કલાક અને ત્યારબાદ એક કલાકની રીસેસ રહેશે અને બપોરે ૨ થી ૪ કલાક દરમિયાન પ્રશ્નપત્ર ૨ લેવામાં આવશે..
૬. પ્રખરતા શોધ કસોટીની ફી અગાઉ પેપરદીઠ લેવામાં આવતી હતી. જેમાં ફેરફાર કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રૂ ૧૦૦/- અને વિદ્યાર્થીનીઓ, SC, ST, OBC કેટેગરીના ઉમેદવારો તેમજ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રૂ. ૮૦/- રહેશે.
૭. પ્રશ્નપત્ર ૧ અને પ્રશ્નપત્ર ૨ નાં કુલ ૨૦૦ ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ ૧૦૦૦ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ. ૧,૦૦૦/- પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
આ માટે નો ઓફિસીઅલ પરિપત્ર જોવા માટે અહી ક્લિક કરો