Science Practical Exam




ધો-૧૨ સાયન્સની પ્રેકટીકલ એપ્રિલમાં લેવાવાની શકયતા
બોર્ડ જાતે વખતે પ્રેકટીકલ પરીક્ષા લેશે : વિજ્ઞાનપ્રવાહ પ્રેકટીકલ પરીક્ષાના સેન્ટર ૨૦મી ડિસેમ્બરે બોર્ડની બેઠકમાં નક્કી થઇ જાય તેવી પણ પ્રબળ સંભાવના
ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાતે લેવાનું નક્કી કર્યું છે. પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાય તેવી શક્યતા છે તો બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં લેખિત પરીક્ષા અને ગુજકેટની તારીખ જાહેર કરી દેવાઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા માટે તા.ર૦ ડિસેમ્બરના રોજ બોર્ડની બેઠકમાં સેન્ટર નક્કી કરવામાં આવે તેવી પણ પૂરી સંભાવના છે. અત્યાર સુધી પ્રેક્ટિકલ પરીક્ષા શાળાઓ દ્વારા લેવામાં આવતી હતી પણ પહેલી વખત પરીક્ષા બોર્ડે જાતે લેવાનું નક્કી કર્યું છે, જે શાળામાં લેબોરેટરીની સુવિધા સારી હશે તે શાળાઓમાં બોર્ડ દ્વારા સેન્ટર ફાળવવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાનાં સેન્ટર માટે ગ્રાન્ટેડ સ્કૂલોને પ્રાધાન્ય અપાશે. પરીક્ષાનાં સેન્ટર નક્કી કરવાની જવાબદારી જે તે જિલ્લાના ડીઇઓને સોંપવામાં આવી છે. ૨૦ ડિસેમ્બરે બોર્ડની એક બેઠકમાં કયા જિલ્લામાં પરીક્ષા માટે કેટલાં સેન્ટર ફાળવવા તેનો નિર્ણય લેવામાં આવશે.
દિવસે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. સંભવતઃ રીતે પ્રેક્ટિકલ પરીક્ષા એપ્રિલના પહેલા સપ્તાહમાં લેવાશે. પ્રેક્ટિકલ પરીક્ષામાં કયા પ્રકારના પ્રયોગો કરાવવા તે પણ બોર્ડ નક્કી કરશે અને સ્કૂલોને માટેનું પેપર મોકલી આપશે. તો બીજી બાજુ સીબીએસઈમાં તો બોર્ડ પ્રેક્ટિકલ લે છે તેની ગુજરાત બોર્ડે નકલ કરી છે, જોકે એપ્રિલમાં તા.૬થી ૨૦ સુધી જેઈઈ મેઈન પરીક્ષા લેવાશે. નીટની પરીક્ષા તા. પાંચમી મેના રોજ લેવાશે. જો ૨૦ એપ્રિલ પછી પ્રેક્ટિકલ લેવાય તો નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હેરાન થશે. જો તા. થી એપ્રિલની વચ્ચે પ્રેક્ટિકલ લે તો ૩૦ માર્ચના રોજ ગુજકેટ છે. થિયરીની પરીક્ષા પછી વિદ્યાર્થીઓને નીટની તૈયારી માટે ૫૦ દિવસ મળે છે. જોતાં વાલીઓમાં એવી લાગણી વ્યક્ત થઈ રહી છે કે થિયરીની પરીક્ષા પહેલાં બોર્ડ વિદ્યાર્થીની જે તે સ્કૂલમાં કેન્દ્ર ગોઠવીને પ્રેક્ટિકલ લઈ લે તો વિદ્યાર્થીઓ નિશ્ચિત બનીને નીટ અને જેઈઈ મેઈનની તૈયારી કરી શકે. Source