Karn Na Antim Sanskar



કર્ણના અંતિમ સંસ્કાર
કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ સૌથી વધુ દાનવીર પેદા થાય છે.
મિત્રો તમે મહારાણી કુંતીના સૌથી મોટા પુત્ર કર્ણની જીવનગાથા વિશે તો ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે તેના મૃત્યુ વિશે જાણો છો ? તો આજે અમે તેના મૃત્યુ અને તેને સંબંધિત રહસ્યો વિશે જણાવશું. જેનાથ લગભગ તમે અજાણ હશો.
જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતુંં. ત્યારે કર્ણએ અર્જુનને જણાવ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી બહાર ન કાઢી લવ ત્યાં સુધી તું મારા પર વાર નહિ કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું કેમ અટકી ગયો બાણ ચલાવ.
અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે તે યુદ્ધના નિયમથી વિરુદ્ધ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો જ બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ? ત્યારે શું પિતામહે યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા ? અને એટલું જ નહિ ભરી સભામાં દ્રૌપદીને વેશ્યા કહેવામાં આવી હતી ત્યારે….
આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું. મિત્રો તમને જણાવી દઈએ કે અર્જુન દ્વારા ચલાવાયેલું બાણ કોઈ સાધારણ બાણ ન હતું કે જેનાથી કર્ણ બચી શકે. તે પાશુપસ્ત્ર હતું. જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. જ્યારે પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હતા. તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી અને ભગવાન શિવજીએ તેને પાશુપસ્ત્ર વરદાન સ્વરૂપે આપ્યું હતું.
અર્જુનના વાર બાદ તડપી તડપીને કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણ રૂપ ધારણ કરીને કૃષ્ણ ભગવાન કર્ણ પાસે આવ્યા અને કહ્યું કે હે કર્ણ મારી પુત્રીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ.
ત્યારે કર્ણએ જણાવ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને શું દાન કરી શકું શા માટે તમે મારી પરીક્ષા લઇ રહ્યો છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ પણ તારી પાસે તારો સોનાનો દાંત છે દાન આપવા માટે. ત્યારે કર્ણએ જણાવ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી પથ્થર મારીને ન લેવાય તારે આપવો પડશે દાંત. ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢી બ્રાહ્મણને આપ્યો.
ત્યારે બ્રાહ્મણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળ ધારા થઇ અને દાંત પવિત્ર થઇ ગયો. ત્યાર બાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ કોઈ દેવતા છે અથવા તો ખુદ પરમાત્મા છે માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો.
ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી, માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું, તું જે માંગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ. ત્યારે કર્ણએ કહ્યું, કે આમ તો મેં ક્યારેય કોઈ પાસે માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માંગુ છું કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું ઈચ્છું છું.
ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસેની જમીન કુંવારી હતી. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા. ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે એવું કંઈ રીતે સાબિત થાય. ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું કે તાપી મારી બહેન છે, અશ્વિની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય પુત્ર છું અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે..
ત્યારે પાંડવોએ જણાવ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે. પરંતુ આવનારી પેઢીને કંઈ રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા. ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું કે આ જ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ પાંદડા આવશે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે અને આગળ જણાવ્યું કે જે કોઈ પણ અહીં સાચી શ્રદ્ધાથી પ્રાર્થના કરશે તેની મનોકામના અહીં અવશ્ય પૂર્ણ થશે. મિત્રો આ વટ વૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં માત્ર ત્રણ જ પાંદડા છે જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.
મિત્રો સૌથી મજેદાર વાત તો એ છે કે આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ આવેલું છે. અને કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયાભરમાં બોલબાલા છે. ત્યાં જઈને કોઈ પણ પોતાની લાઈફ સેટ કરી લે છે. કેમ કે સુરત પર આંજે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂર્યદેવના આશીર્વાદ છે. જીવનમાં એક વાર અવશ્ય તે તીર્થ સ્થળની યાત્રાએ અચૂક જજો.
Source: Social Media