સંકટ ચતુર્થીની વ્રત કથા
દેવી ગિરિજાએ સાક્ષાત્ પરબ્રહ્મ
પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા, વ્રત તથા સાધનાની સાથે ‘ઓમ ગં ગણપતયે નમ:’ મહામંત્રના સતત જાપના ફળસ્વરૂપ ચોથના દિવસે મઘ્યાહને સ્વર્ણ
કાંતિયુકત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો. આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિશ્રેષ્ઠ
વ્રત બતાવ્યું છે.
ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન
ચંદ્રને પણ જળ મધ્ય તથા ધૂપ-દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ “ઓમ
ગં ગણપતયે નમઃ” આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા
દિવસે અથવા ચંદ્ર ઉદય પછી પારણા કરવાનું સૂચવ્યું છે. ચોથનું વ્રત તથા ભગવાન
શ્રીકૃષ્ણની આરાધના થી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ
સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયું પ્રાપ્તિ
સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે.
સંપૂર્ણ વ્રત કથાની PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો