Varuthini Ekadashi



વરુથિની એકાદશી
પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યુ અને રાજાના પગ ચાવવા માંડ્યુ. રાજા ગભરાયો નહી અને પોતાની તપસ્યામાં લીન રહ્યો.

 થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જગંલમાં લઈ ગયુ. હવે રાજા ગભરાય ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર્ સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રીવિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. (આ માહિતી કેતનસરની વેબસાઈટ પરથી લેવામાં આવી છે)

 રાજાનો પગ રીંછ ખાઈ ચુક્યો હતો. જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા ‘હે વત્સ દુ:ખી ના થઈશ. તુ મથુરા જા અને ત્યા વરુથિની એકાદશીનુ વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તુ ફરીથી સુદ્દઢ અંગોવાળો થઈ જઈશ.’

આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યુ. જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો.

સંપૂર્ણ વ્રત, કથા, માહાત્મ્ય, આરતી માટે અહી ક્લિક કરો