Science And Religion



વેદોમાં વિજ્ઞાન
🌐પૃથ્વીની ગતિ

ઋગ્વેદ ૧૦.૨૨.૧૪

“હસ્ત અને પગ રહિત પૃથ્વી, સૂર્ય આદિ દેવોની ગતિવિધિઓથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. પૃથ્વી પરના સર્વ પદાર્થો પણ પૃથ્વીની સાથે ગતિ કરે છે. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે.

ક્ષા: = પૃથ્વી (નિઘંટુ ૧.૧)
અહસ્તા = હસ્ત રહિત
અપદી = પગ રહિત
વર્ધત = વૃદ્ધિને પ્રાપ્ત થાય છે
શુષ્ણમ્પરિ = સૂર્યની ચોતરફ
પ્રદક્ષિણિત્ = પરિક્રમા કરવી

ઋગ્વેદ ૧૦.૧૪૯.૧

“સૂર્યએ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની નિયંત્રણ શક્તિ દ્વારા બાંધી રાખ્યા છે. જેમ ઘોડાને તાલીમ આપનાર ઘોડાની લગામ પકડી તેઓને પોતાની ચોતરફ ધુમાવે છે, તેમ સૂર્ય પણ પૃથ્વી અને અંતરીક્ષના અન્ય ગ્રહોને પોતાની ચોતરફ ઘુમાવે છે.”

સવિતા = સૂર્ય
યન્ત્રે: = નિયંત્રણ શક્તિ દ્વારા
પૃથિવીમ્ = પૃથ્વી
અરમ્ણાત્  = સ્થાપિત કરી રાખે છે
દ્યામ્ અદ્દંહત્ = અંતરીક્ષના અન્ય ગ્રહો
અતૂર્તે = નિરંતર અતુટ ફેલાયેલ
બદ્ધમ્ = બાંધી રાખે છે
અશ્વમિવ અધુક્ષત્ = અશ્વ સમાન

🌐ગુરુત્વાકર્ષ બળ

ઋગ્વેદ૮.૧૨.૨૮

“હે ઇન્દ્ર ! તું આકર્ષણ,ગુરુત્વાકર્ષણ, તેજ અને ગતિ ગુણયુક્ત તારા અતિપ્રબળ કિરણો દ્વારા સમગ્ર લોક-લોકાંતરને તારી આકર્ષણ શક્તિથી નિયમમાં બાંધેલા રાખે છે.

ઋગ્વેદ૧.૬.૫ અને ઋગ્વેદ૮.૧૨.૩૦

“હે પરમેશ્વર! આકાશમાં દુરથી દ્રશ્યમાન સૂર્યનો તું જ રચયિતા છે. તું અનંત શક્તિવાન છે. તે જ સૂર્ય જેવા અન્ય ગ્રહોને ધારણ કરી રાખેલ છે. તારા જ નિયમબદ્ધ આકર્ષણ બળથી આ ગ્રહો દ્રઢતાપૂર્વક સ્થિર સ્થિતિમાં વર્તમાન છે.

યજુર્વેદ ૩૩.૪૩

સૂર્ય આકાશમાં સ્વપરિધિમાં ઘૂમતો રહે છે. સૂર્ય પૃથ્વી આદી અન્ય નશ્વર લોકને આકર્ષણ શક્તિથી પોતાની ચોતરફ ઘુમાવતો રહે છે.

ઋગ્વેદ૧.૩૫.૯

સૂર્ય પૃથ્વી સહીત અન્ય પ્રકાશરહિત ગ્રહોની માધ્યમમાં ગતિ કરે છે. સૂર્ય દ્યુલોક અને પૃથ્વી લોકની મધ્યમાં આકર્ષણ સંબંધથી એવી રીતે વર્તમાન રહે છે કે આકર્ષણ બળને કારણે આ ગ્રહો કદી પણ પરસ્પર ટકરાતા નથી.

ઋગ્વેદ૧.૧૬૪.૧૩

સૂર્ય આકાશમાં સ્વપરિધિમાં ઘૂમતો રહે છે. સૂર્ય અન્ય ગ્રહોથી ભારી હોવાથી, આકર્ષણ બળને કારણે પૃથ્વી સહીત અન્ય પ્રકાશરહિત ગ્રહો સૂર્યની પરિક્રમા કરતા રહે છે.

અથર્વવેદ ૪.૧૧.૧

“સૂર્યએ પૃથ્વી અને અન્ય ગ્રહોને ધારણ કરેલ છે.”

🌐 ચંદ્રનો પ્રકાશ

ઋગ્વેદ૧.૮૪.૧૫

“જેમ સૂર્યનો પૃથ્વી સાથે આકર્ષણનો સંબંધ છે, જેમ પૃથ્વી સૂર્યના તેજથી પ્રકાશમાન છે તેમ ગતિમાન ચંદ્ર પણ સૂર્યના તેજથી પ્રકાશમાન છે.

ઋગ્વેદ૧૦.૮૫.૯

“સોમ (ચંદ્ર) વધૂની કામના કરે છે. સૂર્ય પોતાની પુત્રી “પ્રકાશ કિરણ – વધૂ” ચંદ્રને દાન કરે છે. અને દિવસ અને રાત્રી આ વિવાહના સાક્ષી રહે છે.”
ગ્રહણ:

ઋગ્વેદ૫.૪૦.૫

“હે સૂર્ય ! જ્યારે તારા તેજથી પ્રકાશમાન રહેનાર ચંદ્રથી પૃથ્વી પર પડતો તારો પ્રકાશ અવરોધાય છે, ત્યારે પૃથ્વી આકસ્મિક પ્રવર્તેલા અંધકારથી ભયભીત થઇ ઉઠે છે.

Disclaimer
I don't own any rights for the above information. Moreover, we don't say that the above information is 100% correct. I get it from social media. Its upon you to believe it or not.