Sarswati Sadhna Yojna



સરસ્વતી સાધના યોજના
કન્યાઓને પ્રોત્સાહન મળે તે માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સને ૨૦૧૯-૨૦માં અનુસુચિત જાતિની વિદ્યાર્થીનીઓને નીચેની શરતોને ધ્યાને લઇ સામેલ પત્રક-અ મુજબના નમૂનામાં દરખાસ્ત ૦૨ નકલમાં તૈયાર કરીને જાણકાર કર્મચારીએ તા: ૩૦-૦૬-૨૦૧૯ સુધીમાં નાયબ નિયામકશ્રીની કચેરીમાં રૂબરૂમાં મંજુર કરવવા જાણવામાં આવે છે. પ્રવેશ ઉત્સવ સમયે આ સાયકલ આપવાની હોવાથી શાળામાં પ્રવેશ સમયે દરખાસ્ત તૈયાર કરવા વિનંતી.
૧) અનુસુચિત જાતિની વિદ્યાર્થીનીઓના માં-બાપ/વાલીના કુટુંબની ગત વર્ષ ૨૦૧૮-૧૯ની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાએ રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-ની ઠરાવવામાં આવેલ છે. આવકનું પ્રમાણપત્ર પ્રવેશ સમયે જ મેળવું લેવું જેથી દરખાસ્ત કરવામાં સરળતા રહે.
૨) નાપાસ વિદ્યાર્થીનીની દરખાસ્ત કરવી નહી.
૩) કન્યાની ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ટકાવારી ધ્યાને લેવાની નથી.
૪) નમુના મુજબના પત્રકમાં વિગતો ભરી દરખાસ્ત તૈયાર કરી નીચે આપેલ પ્રમાણપત્રમાં આચાર્યશ્રીના સહી સિક્કા તેમજ લેટર પેડ ઉપર ફોરવર્ડીંગ લેટર લખી આચાર્યશ્રીના સહી સિક્કા સાથે ફાઈલમાં રજૂ કરવાની રહેશે.
આ માટેનો પરિપત્ર જોવા અહી ક્લિકકરો
પત્રક-અનો નમુનો ડાઉનલોડ કરો
પત્રક-અની એક્સેલ ફાઈલ: ડાઉનલોડકરો
(ડાયરેક્ટ એન્ટ્રી અને રેડી ટુ પ્રિન્ટ)
શિક્ષકો માટેના વિશિષ્ટ વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે સંપર્ક કરો
Ketansir : 9879393972