પ્રવેશ જાહેરાત (BAOU)
ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન
યુનિવર્સીટીમાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટેના પ્રવેશની જાહેરાત કરી દેવામાં આવી છે. આ
જાહેરાત અંતર્ગત બાહ્ય/એક્સટર્નલ તરીકે પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખાસ
સવલતો સાથે અમુલ્ય તક પૂરી પાડવામાં આવી છે. શાળાકીય અભ્યાસક્રમ પૂર્ણ ન કર્યો હોય
તેવા લખી વાંચી શકનાર ૧૮ વર્ષથી વધુ વયના પ્રવેશાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની અમુલ્ય તક
આપતો ૬ માસનો અભ્યાસ અભ્યાસક્રમ બી.પી.પી. છે. તો સરકારી નોકરી મેળવવા માટે ૬
માસનો કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમ સી.સી.સી. છે. તો સાથે જ સ્નાતક અભ્યાસક્રમ
માં B.A., B.Com, B.LIS, M.A., M.LIS, ઉપરાંત વિવિધ પ્રકારના ડિપ્લોમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં, બેચલર, અને
માસ્ટર પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે.
કોઈ પણ માહિતી માટે ટોલ ફ્રી નંબર
: 1800 233 1020
પ્રવેશ વિભાગનો સંપર્ક નં : +91 2717 297170